મહિલા દિવસ સ્પેશિયલ : સરોજબેન પટેલ બન્યાં દેશનાં સફળ મહિલા ખેડૂત
મહેસાણા નજીકનાં મોટીદાઉ ગામનાં સરોજબેન પટેલ દેશનાં સફળ મહિલા ખેડૂત બન્યાં છે. તેમણે દેશની મહિલાઓને નવો રાહ ચીંધ્યો છે માત્ર દોઢ વિઘા જમીનમાં આધુનિક ખેતી કરીને 5 લાખ કરતા વધુની આવક કરી રહ્યા છે અને સમાજે અને સરકારે તેમને અનેક પ્રોત્સાહન પુરા પડ્યા છે અને એવોર્ડથી પણ નવાજ્યા છે હાલમાં આશરે દોઢ ટન કાકડી પકવીને તેમને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.
ખેતીમાં નવિન પ્રયોગો અને સંઘર્ષમય સફળતા હાંસલ કરનારી દેશની 50 મહિલા ખેડૂતોનું દિલ્હી ખાતે કેન્દ્રિય કૃષિમંત્રીના હસ્તે મહિલા કિસાન એવોર્ડથી સન્માન કરાયું હતું. જેમાં સરોજબેન પટેલ પ્રથમ હતાં. જ્યારે તાજેતરમાં દેશમાં ખેતીમાં સફળ મહિલાઓની જીવનગાથા સાથે દિલ્હીમાં રિયાલીટી શો યોજાયો હતો. જેમાં પણ 81 માર્ક્સ સાથે સરોજબેનની પસંદગી થતાં તેઓ રિયાલિટી શોમાં ચમક્યાં હતાં.
એક એકરમાં ટપક પદ્ધતિથી ખીરા કાકડીના વાવેતરમાં દોઢ ટન ઉત્પાદન મેળવીને બીજા રાઉન્ડમાં વાવેતર કર્યું છે. અત્યારે જમીનમાં રોગ આવતાં કોકોહીડ (પ્લાસ્ટીક બેગ)માં કાકડીનું ઉત્પાદન શરૂ કર્યું છે. સરોજબેને એક એકરમાં વાવતેર પછી આ બીજા ઉતારામાં દોઢ ટન કાકડી થઇ છે. કિલોએ રૂ.20 થી 35 સુધી ભાવ મેળવી રહ્યા છે ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી વૈવિધ્ય પાક ઉત્પાદન કરતાં સરોજબેનને ખેતીમાં સફળતા બદલ દિલ્હીમાં કૃષિમંત્રી રાધામોહન તેમજ રૂપાલાના હસ્તે એવોર્ડ અર્પણ પણ થયો છે.
એક તરફ આજે ખેડૂતો દેવાના ડુંગર નીચે આવી ગયા છે તેવામાં આજે મહિલા ખેતી ન કરી શકવા માટે ટેવાયેલા સભ્ય સમાજને સરોજ બેન મહિલા ખેડૂતની નામના મેળવીને સમાજને એક નવો ચીલો આપી રહ્યા છે. બીજી તરફ વર્ષે 5 લાખ કરતા વધુની આવક મેળવીને એક નવો રાહ બીજી મહિલા ને આપી રહ્યા છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.