વડોદરામાં અષ્ટસહેલી ગ્રૂપ દ્વારા શરૂ કરાઈ સાડીની લાઇબ્રેરી: મહિલાઓ પ્રસંગોમાં 10 હજારથી 1 લાખ સુધીની જાજરમાન સાડી અને ડ્રેસ માત્ર લોન્ડ્રી ચાર્જ ભરીને પહેરી શકાશે
પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે સામાજિક પ્રંસગોએ મહિલાઓએ સ્થિતિ અનુરૂપ સમાધાન કરવું પડતું હોય છે. આવી બહેનો પણ પોતાને ગમે તેવી સાડી પહેરીને સામાજિક પ્રસંગ પૂરો કરી શકશે. કારણ કે, વડોદરામાં ગુજરાતની બીજી સાડી લાઇબ્રેરીનો પ્રારંભ 14 નવેમ્બરથી થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પુસ્તકોની લાઇબ્રેરીની જેમ હવે નહીવત્ ચાર્જ ચૂકવીને મહિલા આ સાડી લાઇબ્રેરીમાંથી મનપસંદ સાડી-ડ્રેસ લઇ જઇ શકશે. 10 હજાર સુધીની સાડી અને 1 લાખ સુધીનો ડ્રેસ પણ લાઇબ્રેરીમાં છે. અષ્ટસહેલી ગ્રૂપ દ્વારા જૂના પાદરા રોડ મલ્હાર પોઇન્ટ પાસેના કોમ્પ્લેક્સમાં આ લાઇબ્રેરી શરૂ કરાઈ છે.
ગ્રૂપનાં સ્થાપક સભ્ય હેમાબેન ચૌહાણે જણાવ્યું કે, ‘હાલ 200 જેટલી સાડી આવી છે જે નવીજ છે. શ્રીમંત વર્ગની મહિલાઓ પણ અમારી સાથે જોડાઇ રહી છે જે તેમની સહેજ જ જૂની કે એકાદ પ્રસંગમાં વાપર્યા હોય તેવા સાડી, વેડિંગ-પંજાબી ડ્રેસ મોકલાવી રહ્યાં છે. અમારી સાથે મહારાણી રાધિકારાજે ગાયકવાડ, શિક્ષણવિદ્ તેજલ અમીન અને ઉદ્યોગપતિ ગીતા ગોરડિયા અને સાંસદ રંજનબેન ભટ્ટે પણ જોડાઇને સહયોગની ખાતરી આપી છે.’
કેવી રીતે કામ કરશે સાડી લાઇબ્રેરી?
દરેક સાડીના ચોક્કસ નંબર આપી તેનું રજિસ્ટર બનાવાઈ રહ્યું છે. જેમને સાડી લેવાની હોય તેમની આધારકાર્ડની કોપી અને ડિપોઝિટ લેવાશે. સાડી પરત કરતાં લોન્ડ્રીચાર્જ અને સાડીને નુકસાન થયું હોય તો તે બાદ કરી બાકીના પરત અપાશે. અમદાવાદ નવા વાડજમાં મહિલાએ સાડી લાઇબ્રેરી શરૂ કરી હોવાની માહિતીથી પ્રેરણા મળી હતી.
અષ્ટસહેલી ગ્રૂપના સોશિયલ મીડિયા પરના પ્રચારની જાણ મૂળે વડોદરા અને હાલ અમેરિકા રહેતી મહિલાઓને થતાં ન્યૂજર્સીની મહિલાઓનાં ગ્રૂપ બે મોટી બેગ ભરીને સાડીઓ મોકલાવી રહ્યું છે. 1-1 લાખના સાડી, પંજાબી ડ્રેસ અને વેડિંગ ડ્રેસ પણ સાડી લાઇબ્રેરી માટે મોકલાઇ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..