સરદાર પટેલ સેવા સમાજ રાજકોટ દ્વારા ૪૦મો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન
શહેરનાં ૮૦ ફુટનો રોડ, પીપળીયા હોલવાડી રોડ પર સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા ૪૦મો સમુહલગ્ન કાર્યક્રમ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં ૫૩ દિકરીઓએ ભાગ લીધો હતો.
દિકરીઓને કરીયાવરમાં ૯૩ વસ્તુઓ આપવામાં આવી હતી. તેમાં પ્રમુખ સંજયભાઈ ઢોલરીયા અને ઉપપ્રમુખ બિપીનભાઈ ખોયાણી તેમજ મહિલા કાર્યકરો સહિત કમિટીનાં તમામ મેમ્બરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પટેલ સમાજનાં અગ્રણીઓ તેમજ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સમુહલગ્નમાં યુવક-યુવતીઓને મેરેજ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા તેમજ પટેલ સમાજનાં સભ્યો તથા પટેલ સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખ સંજયભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૪૦માં સમુહલગ્નમાં ૫૩ છોકરીઓનાં સમુહલગ્ન કરી રહ્યા છીએ અને આ સમુહલગ્ન ખુબ જ આનંદ સાથે ઉજવાયો હતો. સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ અને ૪૦માં સમુહલગ્ન ચેરમેને જણાવ્યું કે, આટલી ગરમીમાં પણ લોકો શાંતીપૂર્વક લગ્ન માણી શકે તે માટે આયોજક અને કાર્યકર્તાનો ખુબ સારો એવો સહકાર છે.
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલ સેવા સમાજ દ્વારા ૪૦માં સમુહલગ્નમાં ગરીબ દીકરીઓ, આર્થિક રીતે નબળા હોય અને દિકરીના હાથ પીળા કરે તેવા સમયે માતા-પિતા મુંઝવણમાં હોય ત્યારે એવા સમયે એક સમાજનો સહકાર અને સાથ મળે તેઓમાં હિંમત મળતી હોય છે. ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સરદાર લેઉવા પટેલ સેવા દળના માધ્યમથી આ ૪૦મો લગ્નોત્સવનું આયોજનમાં ૫૩ લગ્નમાં આ એક અને, આયોજન હતું. અહીં જમવાની પણ ખુબ સરસ સુવિધા રાખવામાં આવી હતી અને લગ્નમંડપથી માંડીને જાણે પોતાની દીકરીના લગ્ન થતા હોય તેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા સેવા સમિતિના ઉષાબેને જણાવ્યું હતું કે, આ ૪૦માં સમુહલગ્નમાં દર વર્ષે સરકારની યોજનાઓ અંતર્ગત દરેક દિકરીઓને તેનો લાભ મળી રહે છે. જેમાં કુંવરબાઈનું મામેરું, આકસ્મિક વિમા યોજના ઉપરાંત સોના-ચાંદીની વસ્તુમાં તુલસી કયારો, ગાય, લક્ષ્મીનારાયણની મૂર્તિ, સોનાની ચુક, સાંકડા, ચાંદીનો ચુડો જેવી વસ્તુ ઉપરાંત ઘર વપરાશની અનેક વસ્તુ, લગ્ન સર્ટીફીકેટ જે ખાસ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. એકવા ફ્રેશ ફુડ અને બેવરેસીસમાંથી આવેલા હાર્દિકભાઈ કમાણીએ જણાવ્યું કે, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજનમાં તમામ રસોઈ અને પીવાના પાણીની સેવા એકવા ફ્રેશ ફુડ દ્વારા નિ:શુલ્ક આપેલ હતી.
બ્લડ ડોનેશન કેમ્પનાં આયોજક ડો.કિશોર રામાણીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત ૪૦માં સમુહલગ્નમાં બ્લડ કેમ્પમાં ૨૦૦ થી પણ વધુ બ્લડ ડોનેશન કરેલ હતું. આ બ્લડ થેલેસીમીયાના બાળકોને અવાર-નવાર ઘણા બાળકોને અઠવાડિયામાં બે વખત, ૧૫ દિવસે, ૨ મહિને બ્લડ ચડાવામાં આવતું હોય છે અથવા કોઈ દર્દીના તાત્કાલિક બ્લડની જ,ર હોય એકસીડન્ટવાળા દર્દી હોય તેવા લોકો માટે આ બ્લડ બેન્ક દ્વારા બ્લડ આપવામાં આવશે.
હિરલબેન અને જેસડીયા પ્રવિણભાઈ બંને નવદંપતિ કે જે રાજકોટવાસી છે અને આ ૪૦માં સમુહલગ્નમાં હેન્ડીકેફ લોકો માટે પણ આયોજનમાં કોઈ પણ સગવડ નથી એને આયોજનમાં ખુબ સારી સુવિધા આપી હતી અને જેથી ખુબ આભાર વ્યકત કરીએ છીએ.