તૂટેલાં હાંડકા લઈ આવે છે લોકો, હનુમાનની કૃપાથી હસતાં મોઢે ઘરે જાય છે દર્દીઓ

ભારત દેશમાં અનેક રહસ્યો જોવા મળતા હોયછે. કોઈપણ ક્ષેત્ર આ રહસ્યોથી અછૂતું નથી. કેટલાક એવા છે જેની પર સહજ રીતે વિશ્વાસ કરી શકતો શક્ય નથી, પરંતુ જ્યારે પૂરી વસ્તુઓ આંખોની સામે હોય તો અવિશ્વાસ કરવા માટે કોઈ જગ્યા નથી બચતી. આ વિશ્વાસ રોજ હજારો લોકોને કટની, રીઠીની નજીકમાં આવેલાં ગામ મોહાસમાં આવેલ હનુમાન મંદિર સુધી લઈ જાય છે. અહીં લોકો ઘરેડાતાં-ઘસેડાંતા આવે છે અને કષ્ટમુક્ત થઈને હસતાં મોઢે પાછા જાય છે. આ મંદિરમાં શરીરના તૂટેલાં હાંડકાં આપમેળે જોડાઈ જાય છે. 31 એપ્રિલે હનુમાન જયંતી છે. તે નિમિત્તે અમે આ ઓર્થોપિડીક હનુમાન મંદિર વિશે તમને થોડી વિગતો જણાવીશું.

ઓર્થોપેડિક હનુમાન-

કટનીથી માત્ર 35 કિમી દૂર મોહાસમાં વિરોજ હનુમાનજીને ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. અસ્થિ રોગ, ફેક્ચર વગેરેથી પીડાતા લોકોની એવી જ રીતે લાંબી લાઈ હોય છે જેવી રીતે કોઈ ઓર્થોપેડિક સર્જન કે સ્પેશિયાલિસ્ટ(હાંડકાના નિષ્ણાત) દવાખાનામાં હોય. કોઈ મોટા ડોક્ટર દવાખાનાથી પણ અનેકગણી વધુ ભીડ અહીં રહે છે. શનિવારે અને મંગળવારે મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી.

બસ, આ એક જ ઈલાજ-

હાંડકા ભાંગેલ વ્યક્તિ મંદિરમાં પહોંચતા જ મંદિરના પંડા સરમનજી બધાને આંખો બંધ કરવાનું કહે છે. બધાને માત્ર રામનામનો જાપ કરવાનું કહે છે. આંખોની બંધ સ્થિતિમાં જ પંડા અને તેમની સહયોગીઓ પીડીતિને કોઈ ઔષધી ખવડાવો છે. આ ઔષધી ખૂબ ચાવીને ખવાની સલાહ આપવામાં આવે છે. ઔષધી ખડવાનીને બધાને વિદાઈ કરી દેવામાં આવે છે. બસ, આટલો જ છે ઇલાજ. પંડા સરમન પટેલનો દાવો છે કે આ ઔષધીના ખાવાથી અને હનુમાનજીની કૃપાથી હાંડકાં આપમેળે જ જોડાઈ જાય છે.

બે દિવસ ભરાય છે મેળો-

મંદિરમાં આમ તો કાયમ દવા આપવામાં આવે છે, પરંતુ મંગળવાર અને શનિવારના દિવસે વિશેષ નક્કી કરવામાં આવેલા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મંગળવાર અને શનિવાર શનિવારનો દિવસ છે. આ દિવસે આપવામાં આવેલી ઔષધી વધુ અસરકાર રહે છે. આ કારણે આ બંને દિવસે અહીં હાંડકા ભાંગેલા લોકોનો મેળો લાગે છે. આજે પણ હજારોની સંખ્યામાં લોકો અહીં આવે છે.

અનેક રાજ્યોમાંથી આવે છે લોકો-

સ્થાનિય લોકો કહે છે કે આ મંદિરની ખ્યાતિ આખા દેશમાં છે. જ્યારે લોકો ડોક્ટરને ત્યાં ઈલાજ કરાવીને નિરાશ થઈ જાય છે ત્યારે અહીં હનુમાનજીના શરણમાં આવે છે. અહીં ગુજરાત, રાજસ્થાન, યુપી, બિહાર સહિત ભારતના અનેક રાજ્યોમાંથી લોકો આવે છે. મંદિરમાં ઇલાજ કરાવનાર લોકો કહે છે કે અહીં આવનારને 100 ટકા આરામ મળતો હોય છે. બીજી વાર તેઓ હનુમાનજીના દર્શન કરવા અને પ્રસાદ ચઢાવવા આવે છે.

કોઈ ખર્ચો નથી થતો.-

સ્થાનિય લોકોનું કહેવું છે કે મંદિરમાં ઇલાજ અને ઔષધીઓ માટે કોઈ ફી નક્કી કરવામાં આવી નથી. વ્યક્તિની જે શ્રદ્ધા હોય તે દાનપેટીમાં અર્પિત કરે છે. બહારદુકાનમાં માત્ર તેલ મળે છે. માલિશના તેલનો ખર્ચ 50-100 રૂપિયા જેટલો હોય છે. કટની નિવાસી લોકોનું કહેવું છે કે થોડા દિવસ પહેલાં તેમને ફેક્ચર થયું હતું. તેઓ હનુમાન દાદાના દર્શને પહોંચ્યા અને કોઈપણ ડોક્ટરી ઈલાજ વગર આજે તેઓ ઠીક થઈ ગયા છે. બડવારાના નિવાસે રામનારાયણ મહોબિયા કહે છે કે સાઈકલથી પડી જવાને લીધે તેમનો જમણો હાથ તૂટી ગયો હતો. એટલા માટે તેઓ આ મંદિરમાં આવ્યા હતા. ઔષધી ખાધા પછી હવે તેમનો હાથ એકદમ સારો થઈ ગયો છે. હનુમાનજીના દરબારથી આજસુધી કોઈ નિરાશ પાછું ફર્યું નથી.

જય હનુમાન દાદા..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો