શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે PM મોદી 12 કરોડની કારમાં ફરે છે હવે ફકીર કહેવાનું બંધ કરવું જોઇએ

શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કાફલામાં 12 કરોડ રૂપિયાની વિદેશમાં બનેલી કાર સામેલ કર્યા પછી પોતાને ફકીર હોવાનો દાવો નહીં કરી શકે. શિવસેનાના મુખપત્ર સામનાના સાપ્તાહિક સ્તંભ રોખઠોકમાં રાઉતે જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીની પ્રસંશા કરતા કહ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દેશમાં બનેલી કારનો ઉપયોગ કરવાનો જ આગ્રહ રાખતા, જયારે પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી પોતાના જીવનું જોખમ હોવા છતા સુરક્ષાકર્મીઓને બદલતા નહી.

શિવસેના નેતાએ લખ્યું કે મીડિયામાં 28 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાવવામાં આવેલી 12 કરોડ રૂપિયાની કારની તસ્વીરો પ્રકટ થઇ હતી. રાઉતે કહ્યું કે જે વ્યકિત પોતાને ફકીર, પ્રધાન સેવક કહેતા હોય તે વિદેશમાં બનેલી કારનો ઉપયોગ કરે છે.

સંજય રાઉતે કહ્યું કે પ્રધાનમંત્રીની સુરક્ષા અને સુવિધાએ મહત્ત્વની બાબત હોય છે, પરંતુ હવે તેમણે પ્રધાન સેવક કે ફકીર હોવાની વાત દોહરાવવી ન જોઇએ. PM મોદીએ એક વખત કહ્યું હતું કે હું તો ફકીર છુ ઝોલો લઇને આવ્યો છું ઝોલો લઇને ચાલ્યો જઇશ.

તાજેતરમાં કેન્દ્ર સરકારના Special Protection Group દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલામાં મર્સિડિઝ મેબેક S 650 કારને સામેલ કરી છે. મીડિયામાં જાહેર થયેલા અહેવાલોમાં આ કારની કિંમત 12 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. જો કે સરકારી સુત્રોએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે BMW કરાનો ઉપયોગ કરતા હતા, તેનું જર્મનીમાં પ્રોડકશન અટકાવી દેવામાં આવ્યું છે એટલે BMWના સ્થાન પર આ નવી કાર સામેલ કરવામાં આવી છે.

રાઉતે PM મોદી પર નિશાન સાધીને કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ મેક ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી સ્વદેશી પહેલ કરી હતી અને પોતે વિદેશમાં બનેલી કારનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ ભારતમાં બનેલી એમ્બેસેડર કારનો ઉપયોગ કરતા હતા.

કોવિડના વધી રહેલા કેસો સામે કેન્દ્ર સરકારે આપેલી સુચના બાબતે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે રાત્રી કર્ફયૂને કારણે ભારે નાણાંકીય નુકશાન થઇ રહ્યું છે. રાઉતે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ જેવા નેતાઓ મોટી મોટી રેલીઓને સંબોધન કરી રહ્યા છે, જેમાં લાખો લોકો એકઠાં થાય છે. નિયમો માત્ર સામાન્ય લોકો માટે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો