પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા 24 ડિસેમ્બરે વધુ 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા 24 ડિસેમ્બરે વધુ 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ પ્રસંગે 23મીએ જનનીધામનું ભૂમિપૂજન અને બે એચઆઈવી પોઝિટીવ દીકરીઓના એન્ગેજમેન્ટ કરાશે.આ સમૂહ લગ્નમાં નવો ચિલો ચિતરવા જઈ રહ્યો છે. જેમાં દુલ્હાની જેમ દુલ્હનની એન્ટ્રી થશે અને મંડપમાં તેનું પૂજન પરિવાર દ્વારા કરવામાં આવશે.

નિકાહ, ખ્રીસ્તી લગ્ન સાથે હિન્દુ લગ્ન

સુરતઃ પી.પી. સવાણી ગ્રુપ અને મોવલીયા ગ્રુપ દ્વારા આયોજીત પારેવડી સમૂહ લગ્નમાં પાંચ મુસ્લિમ, એક ખ્રીસ્તી સહિતની પિતા વિહોણી હિન્દુ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવશે. પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે આ તમામ દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવશે. આ સમૂહ લગ્નમાં ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ અને રાજસ્થાન સહિત હૈદરાબાદની દીકરીઓના પણ લગ્ન યોજાશે.

તમામ વ્યવસ્થા ચારેક હજાર સ્વંયસેવકો કરશે

સમૂહ લગ્ન અંગે માહિતી આપતાં મહેશ સવાણી અને બટુક મોવલીયાએ જણાવ્યું હતુ કે, લગ્નની તમામ જવાબદારીઓ અલગ અલગ સોંપવામાં આવી છે. સવાણી ગ્રુપના 2 હજાર જેટલા સ્વયંસેવકો રસોડા સહિતની જવાબદારીઓ ઉઠાવશે. સાથે અન્ય ગ્રુપના એક હજાર લોકો ટ્રાફિકની જવાબદારીનું વહન કરશે. સાથે મોવલીયા ગ્રુપના લોકો સ્ટેજન સંચાલનની જવાબદારીઓ નિભાવશે.

દીકરીઓનું કરાશે પૂજન

સમૂહ લગ્નમાં દરવર્ષની જેમ નવા ચિલા ચાતરતા રહ્યાં છે. ત્યારે આ વર્ષે દીકરીઓનું સન્માન તેમના પૂજન દ્વારા કરીને બેટી બચાવો બેટી વધાવોનું સુત્ર સાર્થક કરવામાં આવશે. દીકરીઓનું મંડપમનાં દુલ્હાની જેમ સ્વાગત થશે. અને અહીં તેમનું તેમના સાસુ સસરા દ્વારા પૂજન કરવામાં આવશે. સાથે સ્ટેજ પર પણ સાતેક દીકરીઓનું પૂજન કરવામાં આવશે.

જનની ધામનું ભૂમિપૂજન

પી.પી.સવાણી ગ્રુપ દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી નાતજાતના ભેદભાવ વગર પારકી દીકરીઓને પોતાની સમજી લગ્ન કરાવાય છે. આ અંગે સવાણી ગ્રુપના મહેશભાઈએ કહ્યું કે વિવાહના પાંચ ફેરાથી સન 2012માં દીકરીઓના લગ્ન કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના અને દીકરી દિલનો દીવો જેવા પ્રસંગો સાકાર કરાયા. અત્યાર સુધીમાં 2123 દીકરીઓ દત્તક લીધી છે. તે સિવાય 62 એચઆઈવી પોઝીટીવ અને 7 કચરાપેટીમાંથી મળેલી દીકરીઓ પાસે રાખી ઉછેર કરીએ છીએ.

– તમામ વ્યવસ્થા ચારેક હજાર સ્વંયસેવકો કરશે

– દીકરીઓનું કરાશે પૂજન

– છેલ્લા સાત વર્ષથી સમૂહ લગ્નની સાથે નવી સામાજિક પહેલ સાથે થશે દીકરીઓના લગ્ન

પારેવડી ૨૫૧દિકરીઓના લગ્નસમારોહ અંતર્ગત ૨૧/૧૨/૨૦૧૭ ના રોજ પ્રેસ કોન્ફરન્સ.

પી.પી. સવાણી ગ્રુપ અને મોવલીયા પરીવાર આયોજીત પારેવડી લગ્નપ્રસંગ કાર્યક્રમને લાઇવ નિહાળવા માટે આ લીંકને ઓપન કરીને પેજ લાઇક કરી પારેવડી લગ્નપ્રસંગ લાઇવ નિહાળી શકશો.

Mahesh Savani 

P.P.Savani Group

समस्त लेउवा पटेल समाज- Leuva Patel

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો