પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના સમૂહલગ્નોત્સવનું ભાવનગરમાં આયોજન
પિતાની છત્રછાંયા ગુમાવનાર તમામ જ્ઞાતિની લાડકડી દિકરીઓન સમુહલગ્ન સમારોહનું ભાવનગરના મારૂતી ઇમ્પક્ષ દ્વારા આગામી : તા.૧૮/૧૧ને રવિવારના રોજ ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે આયોજન કરાયું છે. આ સમારોહમાં ૫૫૧ દિકરીઓ લગ્નગ્રંથીથી જોડાશે.. ૧૮મી નવેમ્બરે ભાવનગરમાં અને ર૩મી ડિસેમ્બરે સુરત મુકામે પ૫૧થી પિતાની છત્રછાયા ગુમાવનાર લાડકડી દીકરીઓ પ્રભુતામાં પાવન પગલા પાડશે.
જેમાં હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિઓની દીકરીઓના વિવાહ તથા મુસ્લીમ સમાજની ૧૫ દીકરીના નિકાહ તેમજ ખ્રિસ્તી, સમાજની 2 દીકરીઓના વિવાહ તેઓની પોતપોતાની સામાજિક રીત રસમ મુજબ થશે. સમારોહની મહેદી રસમ તા.૧ ૬/૧૧ના રોજ રાત્રિના 8/O0 કલાકે ચિત્રા, ઓમ પાર્ટી પ્લોટ ખાતે થશે. તા.૧૮ને રવિવારના રોજ સાંજના પ કલાકે જાન આગમન થરો. તેમજ હસ્તમેળાપ સાંજે ૭/૧૫ કલાકે થશે. ભોજન સમારોહ ૭/૩૦ કલાકે અને જાન વિદાય સાત્રિના ૯:૩0 કલાકે થશે.
આ સમારોહમાં અધ્યક્ષસ્થાને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, ઉપસ્થિત રહેશે. સમારોહનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના હસ્તે થશે. આ પ્રસંગે મનિદ્રજીત સિંઘ બિટ્ટાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. દીપ પ્રાગટ્ય હીરા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિઓ કિરણ જેસના વલ્લભભાઈ લખાણી, પી.પી. સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી, શ્રી રામક્રિષ્ના એક્સપોર્ટના ગૌવિંદભાઈ ધોળકિયા, શ્રી હરેક્રિષ્ના એક્સપોર્ટના સવજીભાઈ ધોળકિયા અને પદ્મશ્રી મયુરભાઈ સવાણી દ્વારા કરાશે. સમારોહમાં વૃંદાવન વાત્સલ્યગામના દીદી માં ઋતમ્ભરાજી, સિહોરના મહામંડલેશ્વર સ્વામી પૂ.શ્રી સ્વરૂપાનંદજી, ભાવનગર ઈસ્કોન મંદિરના એચ.જી. કુંડલકૃષ્ણપ્રભુજી આશીર્વચન પાઠવશે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.