ટંકારાના હરબટીયાળી ગામે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા, લગ્નોત્સવમાં મહાનુભાવોની કરાઈ રકતતુલા

ટંકારાના હરબટીયાળી ગામે આજે અખાત્રીજના પાવન અવસરે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા હતા.જેમાં લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ હતી.આ સમૂહલગ્નના અવસર પર સમાજના શ્રેષ્ઠીઓ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ

લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ

ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પેટલ અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્તતુલા કરાઈ

ટંકારાના હરબટીયારી ગામે આજે અક્ષયા તૃતીયાએ સરદાર લેઉઆ પાટીદાર સમાજ ટંકારા સમૂહલગ્ન સમિતિ દ્વારા લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લેઉઆ પટેલ સમાજના 62 યુગલો હિન્દૂ શાસ્ત્રોકતવિધિથી લગ્નગ્રંથિથી જોડાઈને દાંપત્યજીવનની મંગલમય શરૂઆત કરી હતી.આ તકે હાજર રહેલા કાગવડ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્તતુલા કરવામાં આવી હતી.

આ પસેગે મહેશભાઈ સવાણી, ગોકલભાઈ વસ્તપરા સહિતના સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ સમૂહલગ્નના પ્રણેતા અને સીરામીક ઉધોગકાર નરેન્દ્રભાઈ પરસોતમ સંઘાત અને તેમની ટીમના સક્રિય પ્રયાસોથી આ સમુહલગ્નનો ઉદ્દભવેલો વિચારબીજ ખરા અર્થમાં સાકાર થયો હતો.જ્યારે આ સમૂહલગ્નમાં જોડાનાર 62માંથી 13 દીકરીઓના માતાપિતા હયાત નથી.તેથી સમૂહલગ્ન સમિતિએ આ દીકરીઓના માતાપિતા બનીને તેના લગ્ન પ્રસંગ હરખભેર ઉજવ્યો હતો.અને તમામ દીકરીઓને કરિયાવરમાં અઢકળ ભેટ સોગાદો આપીને હસીખુશીથી સાસરે વળવવામાં આવી હતી.જોકે અગાઉ આ સમુહલગ્નના ભાગ રૂપે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં એકઠું થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરવામાં આવ્યું હતું.આ સમૂહલગ્નને સફળ બનાવવા સરદાર લેઉઆ પાટીદાર સમાજની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

આ સમુહ લગ્નનો મુખ્ય હેતુ સમય અને શકિત બચાવવાનો તેમજ ખોટા ખર્ચને તિલાંજલી આપવાનો છે. આ સમુહ લગ્નમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈપટેલ રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, મોરબી જિલ્લા કલેકટર, ગોવિંદભાઈ ખુટ, શીવલાલભાઈ વેકરીયા, જમનભાઈ તારપરા સહિત ૨૦ જેટલા અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી તેમજ ખોડલધામ મહિલા સમિતિના સભ્યો સહિત અનેક આશિવચન આપ્યા હતા.

આ તકે જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતુ કે ટંકારાના હરબટીયાળી મૂકામે લેઉવા પટેલ સમાજના પ્રમુખ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ દાતાશ્રીઓ અને સમાજના સહકારથી પ્રથમ સમૂહલગ્ન્આયોજન કરાયું હતુ સમાજમાં ઘણા દિકરા દિકરીઓ ગરીબ હોય શકે કદાચ એ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ આવતા હોય પરંતુ સમાજના અનેક દાતાઓ જવાબદારી સમજી સાથ સહકારથી આવા સમુહ લગ્નમાં મદદ‚પ બનતા હોય છે. આ નાના એવા ગામમાં સમૂહ લગ્નનું આટલુ જાજરમાન આયોજન ક્રી સમાજને બિરદાવ્યો છે. અને આવનાર ભવિષ્યમાં દરેક ક્ષેત્રે સમાજ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મોટાભાગે સમૂહ લગ્ન કરવાનો મુખ્ય ઉદેશ એ છેકે સમાજમાં રહેતા અમુક દિકરા દિકરીઓની પરિસ્થિતિ ખરાબ હોય જેને દરેક પ્રકારે મદદ મળી શકે.

આ તકે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સમાજ ટંકારા દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન અશોકભાઈ અને નરેશભાઈ પટેલની મહેનતથી કરવામાં આવ્યું છે. પ્રથમવારમાં જ ૬૨ નવદંપતિઓ સાથે જોવા મળશે જેમાં ૧૪ દિકરીઓ મા-બાપ વગરની છે. આ ૧૪ દિકરીઓને કોઈ પણ પ્રકારનો ખર્ચો ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી હતી સમૂહ લગ્ન એ ખૂબ સારો વિચાર છે. એક લગ્નમાં પણ ઘણી મહેનત અને ખર્ચો આવતો હોય છે. પરંતુ આ સમુહ લગ્નમાં દરેક સમાજમાં કરીયાવરની વસ્તુ ૫૦ થી ઓછી નથ હોતી અને સમુહ લગ્નના કારણે ઘણા ગરીબ લોકોને મદદ મળી જાય છે. જેથી દાતાઓ પણ સમૂહ લગ્નને વધાવે છે.

આ તકે અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, માનવ શકિત અને સંગઠનનો આ મોટો પરિચય છે. પહેલી વખતમાંજ ૬૨ સમુહ લગ્નમાં અમને સફળતા મળી છે. જેમાં સમાજના લોકો હરબટીયાળી ગામ તેમજ કાર્યકરોએ ખૂબજ મહેનત કરી હતી. સાથે રકતતુલા અને વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કર્યંુ હતુ. જેમાં રકતદાનમાં અમને ૮૭૬ જેટલી લોહીની બોટલ મળી છે. બ્લડ બેંક ન્યારા રકતદાન ચાલી રહ્યું હતુ તેમાંથી ૨૫૦ જેટલી બોટલો મળી એમ અમને ૧૦૦૦ જેટલી બોટલો મળી છે.

તેમજ અમે ૮ થી ૯ હજાર જેટલા લોકો સાથે સમુહ ભોજન લેશુ આ કાર્યક્રમમાં માઈક્રોમેનેજમેન્ટ ખૂબ જ સારી રીતે કરેંલુ છે. તેમજ મહિલાઓએ ખૂબજ સરસ રંગોળીબ નાવી હતી. લેઉવા પટેલ ટંકારા સમાજના પ્રથમ સમુહ લગ્નમાં ખૂબજ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે તેમજ દાતાઓએ પણ મન મૂકીને દાન કર્યું છે. અને આયોજકોની મહેનત રંગ લાવી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો