25 વર્ષીય સપાના ઉમેદવાર પૂજા શુક્લાએ કહ્યુ- BJPનો મેં પરસેવો છોડાવી દીધો હતો, પરંતુ મને EVMએ હરાવી દીધી
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થઈ ચૂકી છે અને પરિણામ પણ આવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પૂર્ણ બહુમત હાંસલ કરીને સરકાર બનાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં રાજધાની લખનૌની ઉત્તર વિધાનસભા એક એવી સીટ હતી જ્યાં સમાજવાદી પાર્ટીએ ભાજપને જબરદસ્ત ટક્કર આપી અને શરૂઆતી રાઉન્ડથી લીડ બનાવી રાખી હતી પરંતુ અંતિમ રાઉન્ડમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પાછળ થઈ ગયા અને ત્યાંથી ભાજપના ઉમેદવાર બાજી મારીને ચૂંટણી જીતી.
લખનૌ ઉત્તર વિધાનસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીએ પૂજા શુક્લાને ઉમેદવાર બનાવ્યા હતા. આ એ જ પૂજા શુક્લા છે જેણે ઉત્તર પ્રદેશમાં વર્ષ 2017મા ભાજપની સરકાર બન્યા બાદ યોગી આદિત્યનાથને કાળા વાવટા દેખાડ્યા હતા. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ડી.પી. બોરાના પુત્ર નિરજ બોરાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. આ તમામ મુદ્દાઓ પર એક ન્યૂઝ ચેનલે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પૂજા શુક્લા સાથે વાતચીત કરી હતી.
પૂજા શુક્લાનો આરોપ છે કે ભાજપના ઉમેદવાર ડૉ. નિરજ બોરાનો પરસેવો છૂટી ગયો હતો પરંતુ EVMએ તેમને હરાવી દીધા. પૂજા શુક્લાએ પોતાના આરોપોમાં આગળ કહ્યું કે લખનૌના DMએ યોગી આદિત્યનાથ અને રક્ષા મંત્રીને ખુશ કરવા માટે મને હરાવી દીધી અને ભાજપના ઉમેદવારને જીતાડી દીધા. મને યાદ છે જ્યારે મત ગણતરી થઈ રહી હતી તો મેં રિટરીંગ ઓફિસરને પૂછ્યું કે આખરે EVM 99 ટકા ચાર્જ કઈ રીતે છે? મેં ઉદાહરણ આપતા ચૂંટણી અધિકારીઓને જણાવ્યું કે જો કોઈ મોબાઈલ થોડું પણ તે કાર્ય કરે છે તો તેની બેટરી પૂરી થઈ જાય છે તો આખરે આ EVM કઈ રીતે 99 ટકા ચાર્જ છે? જ્યારે 23 તારીખે મતદાન થયું હતું અને તેના 10-16 દિવસ બાદ મતગણતરી કરવામાં આવી.
પૂજા શુક્લાએ કહ્યું કે અમે શરૂઆતથી જ 22 રાઉન્ડ સુધી લીડ બનાવી અને 22 રાઉન્ડ સુધી 18 હજાર વૉટથી હું આગળ ચાલી પરંતુ છેલ્લા રાઉન્ડમાં એવું શું થઈ જાય છે કે હું હારી જાઉ છું? સાંજે સરકારના ઉચ્ચ અધિકારી લખનૌ DM આવે છે અને કાઉન્ટિગ અરધા કલાક માટે રોકી દેવામાં આવે છે. કહેવામાં આવે છે કે લંચ ટાઇમ છે. મને સમજમાં આવતું નથી કે 4 વાગ્યે કયો લંચનો ટાઇમ હોય છે? સવારે આવેલા અધિકારી આખરે 4 વાગ્યે કયું લંચ કરી રહ્યા હતા? 22 રાઉન્ડ સુધી હું જીતી રહી હતી ત્યારબાદ ભાજપના ઉમેદવારને EVMના માધ્યમથી DMએ જીતાડી દીધા.
સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કહે છે જે ભાજપના ઉમેદવારને ક્ષેત્રની જનતાએ ચપ્પલ લઈને દોડાવ્યા હતા આખરે તે કઈ રીતે જીતી શકે છે. DM લખનૌ બતાવે કે મુખ્યમંત્રીને ખુશ કરવા બીજું શું શું કર્યું? મુખ્યમંત્રીની આ સીટ પર દાવ લાગ્યો હતો. જ્યારે તેમને ખબર પડી કે સમાજવાદી પાર્ટી અહીં જીતી રહી છે ઇમરજન્સીમાં મડિયાહૂ પોલીસ સ્ટેશન પાસે જનસભા કરી. એક મુખ્યમંત્રી રોડ પર મીટિંગ કરી રહ્યા હતા અને તેમની જનસભામાં કોઈ આવ્યું નહોતું. બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા.
25 વર્ષીય છોકરીને હરાવવા માટે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવ્યા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પિયુષ ગોયલ આવ્યા. રક્ષા મંત્રીના બંને પુત્ર પંકજ સિંહ અને નિરજ સિંહ આવે છે અને ભાજપ નેત્રી અર્પણા યાદવ આવે છે. એટલું જ નહીં બ્રાહ્મણ ચહેરો જિતિન પ્રસાદ અને નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માને પણ મને હરાવવા માટે ઉતારવામાં આવે છે. જ્યારે બધા મળીને હરાવી શકતા નથી તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવે છે અને અહીં જનસભા કરે છે. બ્રાહ્મણ સમાજનો વૉટ અહીં વધારે છે તો ફિજા બનાવવા માટે ભાજપે એમ કર્યું પરંતુ ઊંધું થઈ ગયું.
બ્રાહ્મણોને મને વોટ આપ્યા. તમે પોલિંગ ઉઠાવીને જોઈ લો. પૂજાએ આરોપ લગાવતા કહ્યું કે મારી સાથે બેઇમાની થઈ છે. એ ક્ષેત્ર ભાજપનું ગઢ કહેવાતું હતું. હું તેને સર કરીને આવી તો આખરે કેટલાક રાઉન્ડમાં કઈ રીતે હું હારી ગઈ? એ પણ એ એરિયાના બેલ્ટોથી જ્યાં સમાજવાદી પાર્ટીનો દબદબો હતો. નિરજ બોરાની પત્નીને એ વિસ્તારમાં પ્રવેશવા દીધી નહોતી. EVM અને DMના માધ્યમથી મને રોકવા માટે આ બધુ કરવામાં આવ્યું જેથી જે વિરોધનું પ્રતિક છે તે વિધાનસભા ન પહોંચી શકે.
આજે બેઇમાની ન હોત તો હું પુરજોરથી વિધાનસભાની અછત યોગી સમક્ષ રાખતી પરંતુ મારું મનોબળ તૂટ્યું નથી. મને 1 લાખ 6 હજાર વોટ મળ્યા અને જેમણે મને વોટ આપ્યા છે. હું તેમનો વિશ્વાસ તૂટવા નહીં દઉં. મારી પાસે અવાજ ઉઠાવવા માટે માર્ગ તો છે જ. ભલે અહીંના ઉમેદવાર બેઇમાનીથી જીતી ગયા હોય પરંતુ તેઓ જનતા દિલોમાં જગ્યા બનાવી શક્યા નથી. આજે હાર્યા બાદ પણ લોકો મને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમે તેનાથી જ સમજી શકો છો કે મારી અને નિરજ બોરાની સ્થિતિમાં શું ફરક છે.
તેમણે કટાક્ષ કરતા કહ્યું કે નિરજ બોરાને મેં પાણી પીવાડી દીધું. તેમને એ સમજમાં આવી ગયું છે કે જ્યારે ગરીબ પરિવારની છોકરી માર્ગ પર નીકળે છે તો શું થાય છે. ડૉ. નિરજ બોરા ધારાસભ્યના પુત્ર છે એ છતા તે ઘણી ચૂંટણી હાર્યા અને ભાજપની EVMએ તેમને આજે જીત અપાવી દીધી. હું તમારી ચેનલના માધ્યમથી બતાવવા માગું છું કે નિરજ બોરા સમજી લે તેમનું વિપક્ષ નબળું નથી. હું જનતા સાથે મજબૂતીથી ઊભી રહીશ. જે નિરજ બોરાએ મને કહ્યું હતું પહેલા ઇન્ટર્નશિપ કરી લે તો હું તેમને કહેવા માગું છું કે મેં ઇન્ટર્નશિપ કરીને ડિગ્રી હાંસલ કરી લીધી છે. હવે બીજો અભ્યાસ તેમને આગામી વિધાનસભામાં ભણાવીશ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..