જીવનમા ઉતારવા અને સમજવા જેવી ખાસ બાબતો અચૂક વાંચજો અને શેર કરજો
1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે.
2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે….. કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે…
3. ભૂખ તો … સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.
4. ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવી જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવુ પડે..
5. તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?
6. ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!! હોઠો પરથી ‘સુગર’ ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે…!!
7. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.
8. “ઘર નાનું હોય કે મોટું” પણ જો મીઠાશ ન હોય તો… માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..
9. લાગણીઓ જ થકવી જાય છે,બાકી, માણસ તો બહુ મજબુત હોય છે..
10. પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી દોસ્તી છે દોસ્તો, ત્યારે તો રાધા રડે છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે
11. પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..
12. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઇ નીચે ઊતરી જાય ?..
13. આ દુનીયા ની સૌથી સુંદર જોડી…”હાસ્ય” અને “આંસુ” આ બંનેનુ સાથે આવવુ અશક્ય છે…. પરંતુ સાથે આવે એ સમય સહુ થી ખુબસુરત હોય છે…
14. આજકાલ કોઇ નેએલાર્મ નથી જગાડતુ સાહેબ… હર કોઇને તેની જવાબદારીઓ જ જગાડે છે….
15. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.
16. પાંપણો પર જો પાળ બાંધી હોત ને સાહેબ , તો….આ આંખો સાતેય દરિયાની માલિક હોત..
17. અફવા એ એવું ઝડપી ગતીવાળું પક્ષી છે, જેની પાંખોને ક્યારેય ‘વા’લાગતો નથી.
18. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છેઅને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે…સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સથિતિનું થાય છે.
19. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.
20. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી “સાચી વાત” ઘરની બહાર નીકળે…… ત્યાં સુધીમાં તો “ખોટી વાતે” અડધી દુનિયા ફરી લીધી હોય છે..
21. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )
22. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે…… દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો….
23. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે
24. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!
25. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.
26. કોઇને ‘ સારા ‘ લાગશો, કોઈને ‘ ખરાબ ‘ લાગશો, પણ ચીંતા ના કરશો… જેવા જેના વિચારો હોય છે,તેવા જ તેના ‘ મૂલ્યાંકન ‘ હોય છે.
27. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.
28. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..
મિત્રો આપને ગમ્યું હોય તો આપના મિત્રો જોડે શેર કરો ધન્યવાદ.