વીર શહીદ શ્રી બચુભાઇ વિરજીભાઈ પટેલ
ઓછા મિત્રો ને ખબર હશે કે, 14 મે 1939 નાં રોજ, “સરદાર વલ્લભભાઈ પટેલ” પર જીવલેણ હુમલો થયો હતો..!! આરોપી ઓ એક ચોક્કસ મજહાબ ના હોવાથી તેમના પર એ જમાના મા પરદો પાડી દેવામાં આવ્યો હતો.
ભાવનગર ખાતે 14 મે, 1939 નાં દિવસે.. ભાવનગર ના ખરગેટ વિસ્તાર ની નગીન મસ્જિદ માંથી નીકળેલા કેટલાક કટ્ટરવાદીઓ એ ‘સરદાર વલ્લભ ભાઈ પટેલ’ પર સરેઆમ સરઘસ માં જીવલેણ હુમલો કર્યો હતો.. કટ્ટરવાદીઓનાં ટોળા થી સરદાર સાહેબ ને બચાવવા માં ભાવનગર ના કણબીવાડ વિસ્તાર ના બે યુવાન શ્રી બચુભાઇ વિરજીભાઈ પટેલ અને જાદવભાઇ મોદીએ જીપ ઉપરે ચડી જઇ સરદારની ઢાલ બની તલવારના ઘા પોતે ઝીલી લીધા,
આ ઘટનામાં બચુભાઈ પટેલ સ્થળ પર જ શહીદ થયા તો ઈજાગ્રસ્ત જાદવભાઇ મોદી હોસ્પિટલમાં અવસાન પામ્યા . ૧૪ મેં ૨૦૧૯ના આ ઘટનાને 20 વર્ષ પૂરા થઇ ગયા છે ત્યારે આ બંને શહીદ યુવાનોને ખારગેટ ચોકમાં શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ સરદાર યુવા મંડળ દ્વારા યોજાયો હતો .
બચુભાઈ પટેલ એ સરદાર સાહેબ પર કરવામાં આવેલ ઘા પોતાના પર લઇ લીધા તથા શહીદ થયા અને સરદાર સાહેબ ને સુરક્ષિત રાખ્યા. એવા શહિદ બચુભાઇ ને શત શત વંદન…
સ્વર્ગીય મોહનલાલ પર નો હુમલો ઐતિહાસિક બની ગયો છે કેમ કે એના હુમલાખોર નો ધર્મ અલગ હતો … જયારે સરદાર સાહેબ પર નો આ હુમલો ઇતિહાસ માં જવલ્લે જ જોવા મળે છે… કેમ કે આ કિસ્સા મા હુમલા ખોર નો મજહાબ અલગ હતો…( તૃષ્ટિકરણ ત્યારે પણ હતું જ..)
આજ પણ ભાવનગર ના ખારગેટ ચોક મા શહીદ બચુભાઇ ની પ્રતિમા ઉભી છે … પરંતુ કોણ જશે આ શહીદ ને શ્રદ્ધા સુમન આપવા ???
શહીદ બચુભાઇ પટેલ ને ફરી થી વંદન… જય હિન્દ.. જય ભારત..