વિકેન્ડ માટે બેસ્ટ છે અમદાવાદ નજીકનો આ રિસોર્ટ, આખુ વર્ષ એક જ ભાડું…
અમદાવાદીઓ શનિ-રવિની કે જાહેર રજાઓમાં નજીકના સ્થળે વિકેન્ડ ગાળવાનું વધુ પસંદ કરે છે. અમદાવાદ નજીક એવા કેટલાય રિસોર્ટ્સ અને ક્લબો છે જે તેમની આ જરૂરીયાતોને પૂર્ણ કરી શકે છે. આ રિસોર્ટ્સમાં જીમથી લઇને સ્પા સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે આજે અમે આપને આવા જ એક રિસોર્ટ વિશે જણાવીશું જે વિકેન્ડ પસાર કરવા માટે બેસ્ટ છે.
સેફ્રોની હોલીડે રિસોર્ટ
અમદાવાદથી લગભગ 55 કિલોમીટર દૂર અમદાવાદ-મહેસાણા એક્સપ્રેસ વે પર 60 એકરમાં ફેલાયેલો છે સેફ્રોની હોલીડે રિસોર્ટ. આજથી લગભગ 20 વર્ષ પહેલા 15 ઓગસ્ટ 1997માં આ રિસોર્ટ ખુલ્યો હતો. આ રિસોર્ટમાં કુલ 125 રૂમ્સ છે. જેમાં સુપર ડિલક્સ, ડિલક્સ, કોટેજીસનો સમાવેશ થાય છે. દેશના જુદા જુદા ભાગોમાં બિઝનેસ ટૂર્સ અને હોલીડેઝ પર જતી વખતે અનેક રિસોર્ટમાં રોકાતાં પૂર્વિક પટેલ (ડિરેકટર), જયંતી એમ.પટેલ અને કપિલાબેન એ.પટેલે મહેસાણામાં આધુનિક રિસોર્ટ ખોલવાનું મન બનાવ્યું અને 1997માં સેફ્રોની રિસોર્ટ શરૂ કર્યો. હાલ પૂર્વિક પટેલ આ રિસોર્ટ સંભાળી રહ્યા છે. આજે આ રિસોર્ટ મહેસાણાનો સૌથી મોટો રિસોર્ટ છે.
આવી છે સુવિધા
- 24 કલાક રૂમ સર્વિસ, ઇન્ટરનેટ, એલસીડી, એસી સહિતની સુવિધા
- ડિલક્સ, સુપર ડિલક્સ, અલ્ટ્રા સુપર ડિલક્સ અને કોટેઝિસ
- હેલ્થ ક્લબ વિથ સ્ટીમ, સોના એન્ડ જાકુઝી
- જીમ્નેશિયમ,સ્વિમિંગ પુલ, ટોડલર્સ પુલ, કિડ્સ પુલ
- 26 રાઇડ્સ સાથનો એમ્યુઝમેન્ટ પાર્ક
- ક્રિકેટ- ફુટબોલ ગ્રાઉન્ડ
- 12 વર્ચ્યુલ રિયાલિટી ગેમ્સ, ગો કાર્ટિંગ, હોર્સ રાઇડિંગ પુલ, ચેસ વગેરે
- ચિલ્ડ્રન પ્લે એરિયા, ઇન્ડોર ગેમ્સ, ડિસ્કોથેક
- બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ
- ખાના ખજાના-મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ
- 5000 માણસોની ક્ષમતા ધરાવતો નોર્થ ગુજરાતનો સૌથી મોટો પાર્ટી પ્લોટ
આટલું છે ભાડું
રૂમનો પ્રકાર | ભાડું (રૂપિયા) |
ડીલક્સ રૂમ | 3000 |
સુપર ડીલક્સ રૂમ | 3,500 |
લક્ઝ્યુરિયસ રૂમ | 4,000 |
સુપર ડીલક્સ કોટેજ રૂમ | 6,000 |
એકસ્ટ્રા પર્સન/બેડ ઇન રૂમ | 250 |
એકસ્ટ્રા પર્સન/બેડ ઇન કોટેજ | 300 |
(નોંધઃ ભાડામાં કોઇ ફેરફાર હશે તો અમારી જવાબદારી રહેશે નહીં. વધુ માહિતી માટેhttp://saffronyholidayresort.com/પર સંપર્ક કરવો.)