કૂતરું કરડવા આવે તો શું કરવું? ડોગ અટેક વખતે કામમાં આવે તેવી 6 ટિપ્સ

શું તમે જાણો છો કે, કૂતરું તમારા પર અચાનક હુમલો કરે તો તમારે શું કરવું જોઇએ ? મોટાભાગના લોકો આવી સ્થિતિમાં ડરી જતાં હોય છે અને એવું પગલું ભરતાં હોય છે જેનાથી ડોગ વધુ અગ્રેસિવ બની જાય છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેને ફોલો કરવાથી તમે ડોગ અટેકથી બચી શકો છો.

ડોગ અટેક સમયે શું કરવું જોઇએ

1. ડરો નહીં
ક્યારેય પણ આવી સ્થિતિમાં ડરવું નહીં અને ભાગવું નહીં. કોઇ પણ પ્રાણી હ્યુમન ફીલિંગ્સને નથી સમજતા. કૂતરાને ડરાવવા અથવા બૂમો પાડવાથી તે વધુ કોન્ફિડન્ટ થઇ જાય છે. પણ જો કૂતરાને એવું લાગે છે કે, તે તમને ડરાવી શકતો નથી તો તમારા પર હુમલો કરવાનું ટાળી શકે છે.

2. દોડવું નહીં
આવી સ્થિતિમાં ક્યારેય દોડવું નહીં. તમે ક્યારેય પણ કૂતરા કરતાં ઝડપથી નહીં દોડી શકો. તમે દોડશો તો કૂતરો હુમલા માટે વધુ ઉશ્કેરાય છે.

3. જ્યાં છો ત્યાં જ ઊભા રહો
જો તમે દોડશો તો કૂતરું તમારાથી ખતરો અનુભવશે, આથી તમે એક જગ્યાએ ચુપચાપ ઊભા રહી જશો તો કૂતરાને તમારાથી ખતરો નહીં લાગે અને તે તમારા પર હુમલો કર્યા વિના દૂર જઇ શકે છે.

4. આંખોમાં જોવાનું નહીં
કૂતરાની આંખોમાં સીધું જ જોવાથી તે વધુ અગ્રેસિવ થઇ શકે છે. આથી આવી સ્થિતિમાં કૂતરા સાથે આઇ કોન્ટેક્ટ અવોઇડ કરો.

5. મુઠ્ઠી બંધ કરો
પોતાને પ્રોટેક્ટ કરવા માટે મુઠ્ઠી બંધ કરો. આવું કૂતરા સાથે લડવા માટે નહીં પરંતુ પોતાને ડોગથી બચાવવા માટે કરવાનું છે.

6. ડોગને અન્ય ઓબ્જેક્ટ તરફ ફેરવો
જો તમારા હાથમાં કોઇ સામાન છે તો તેને બીજી દિશામાં ફેંકી દો. ધારો કે હાથમાં બોટલ છે તો તેને બીજી દિશામાં ફેંકી દો. જો હાથમાં કંઇ ન હોય તો જમીન પરથી કંઇક ઉપાડીને તેને અન્ય દિશામાં ફેંકીદો. આમ કરવાથી કૂતરું તમે જે દિશામાં વસ્તુ ફેંકી તે દિશા તરફ જઇ શકે છે.

જો કૂતરું હુમલો કરે તો શું કરશો

– અગાઉ જણાવેલી ટિપ્સ અજમાવવા છતાં કૂતરું તમારા પર હુમલો કરે તો કૂતરાના નાક, ગળા, પઠી અથવા માથા પર જોરથી હુમલો કરો.
– હેલ્પ માટે જોરથી બૂમો પાડો. આવામાં તમારી આસપાસમાંથી કોઇ પસાર થઇ રહ્યું હશે તો તમારા અવાજને સાંભળીને તમને બચાવવા આવી શકે છે.
– કૂતરાના ચહેરાને તમારા ફેસ કે ડોક પર ન આવવા દેશો. પ્રયત્ન  કરો કે કૂતરા અને તમારી વચ્ચે કોઇ વસ્તુ આવે. કૂતરાને પોતાના વજનથી જમીન પર દબાવવાની કોશિશ કરો.

– કૂતરાનું સૌથી મોટું હથિયાર તેના દાંત હોય છે. જો તમે કોઇ પણ રીતે તેની ડોક પર પડક બનાવી શકશો તો તમારા બચવાની શક્યતા વધી જાય છે.
– જો કૂતરું કરડી જાય અથવા નાની ઇજા પણ પહોંચાડે તો બાદમાં ડોક્ટર પાસે અવશ્ય જાઓ. શક્ય છે કે બાદમાં તમને મોટું ઇન્ફેક્શન પણ થઇ શકે.
– આવી ઘટના પછી કૂતરા અંગે પણ લાગતા વળગતા વિભાગમાં જાણ કરો. જેથી અન્ય લોકો આવી મુસીબતથી બચી જાય.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો