મહાશિવરાત્રીના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીચડી આ રીતે બનાવશો તો સ્વાદ થશે બમણો,
સાબુદાણાની ખીચડી ખાસ કરીને વ્રતમાં બનાવીને ખાવામાં આવ છે તો તેને ખાવાથી ભરપૂર એનર્જી મળે છે અને પેટ આખો દિવસ ભરેલું રહે છે. તો આવતી કાલે મહાશિવરાત્રી છે આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સાબુદાણાની ખીચડી..
સામગ્રી
- ૧ કપ – સાબુદાણા
- ૨ ચમચી – ઘી
- ૧ ચમચી – જીરૂ
- ૩ નંગ – લીલા મરચાં
- ૧ નંગ – બટેટુ ( બાફેલા )
- ૩ ચમચી – સીંગદાણા
- ૧ ચમચી – ખાંડ
- ૨ ચમચી – કોથમીર
- ૧ / ૨ નંગ – લીંબુ ૧
- / ૨ ચમચી – લાલ મરચું
- સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં સાબુદાણાને પાણી ઉમેરીને 3 કલાક પલાળી રાખો અને તેને સાઇડમાં મુકી રાખો. જ્યાં સુધી સાબુદાણા નરમ ન થાય તે ધ્યાન રાખવું ત્યાર પછી તેમાથી પાણી ગાળીને 30 મિનિટ માટે રહેવા દો. હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમા જીરૂ ઉમેરો. જીરાની સુગંધ આવે એચલે તેમા લીલા મરચા અને બાફેલા બટેટાના ટૂકડા ઉમેરો. તેને 2 મિનિટ રહેવા દો. હવે તેમા સાબુદાણા, મગફળી, ખાંડ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેને ધીમી આંચ પર ત્રણ મિનિટ માટે ચઢવા દો . ત્યાર પછી તેને ઉપરથી લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેને ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરો. તૈયાર છે સાબુદાણાની સ્વાદિષ્ટ ખીચડી..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..