એરહોસ્ટેસે સળગતા વિમાનમાંથી યાત્રીઓને બહાર કાઢી 31 લોકોના જીવ બચાવ્યા
મોસ્કોના શેરેમેટયેવો એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં એક એરહોસ્ટેસના કારણે 31 યાત્રીઓના જીવ બચ્યા છે. રિપોર્ટ અનુસાર, આગ લાગ્યા બાદ વિમાનની ઇમરજન્સી લેન્ડિંગના સમયે સ્થિતિ અત્યંત કફોડી હતી. વિમાનમાં પાછળના ભાગમાં આગ લાગવા અને ધૂમાડાના કારણે યાત્રી પરેશાન અને ગભરાયેલા હતા. વિમાન જેવું લેન્ડ થયું, એરહોસ્ટેસ તાત્યાના કસાટકિનાએ તત્પરતા દર્શઆવી યાત્રીઓના કોલર પકડી અને ધક્કા મારીને વિમાનની બહાર કાઢી તેઓના જીવ બચ્યા છે. આ દુર્ઘટનામાં 41 યાત્રીઓના મોત થયા છે.
કિક મારીને દરવાજો ખોલ્યો
34 વર્ષની તાત્યાનાએ જણાવ્યું, જેવું વિમાન અટક્યું મેં દરવાજાને કીક મારીને ખોલ્યો અને યાત્રીઓને બળજબરીપૂર્વક વિમાનમાંથી કાઢ્યા, જેઓ પોતાની બેગ અથવા અન્ય સામાન લેવાના કારણે ઇમરજન્સી સ્લાઇડમાંથી બહાર નિકળવામાં મોડું કરી રહ્યા હતા. મેં પાછળથી યાત્રીઓની કોલર પકડી અને ધક્કો મારવાનું શરૂ કર્યુ. અમે ઝડપથી વિમાન ખાલી કરવા ઇચ્છતા હતા, કારણ કે પાછળના ભાગમાં આગના કારણે તે હિસ્સો નષ્ટ થઇ ગયો હતો. આગ અમારાં તરફ આગળ વધી રહી હતી, કાળો ધૂમાડો આગળ વધતો જતો હતો.
આ દુર્ઘટનામાં બચેલા યાત્રીઓએ તાત્યાનાના વખાણ કર્યા, તેઓએ જણાવ્યું કે, કેટલાંક યાત્રીઓએ તેમના લગેજ માટે ઇમરજન્સી એક્ઝિટ પ્રભાવિત કરી. એરહોસ્ટેસે યોગ્ય સમયે ઝડપથી નિર્ણય લીધો અને અમારો જીવ બચાવ્યો. દિમિત્રી ખ્લેબનિકોવે જણાવ્યું કે, નવ જીવન આપવા માટે હું ભગવાન અને એરહોસ્ટેસનો ધન્યવાદ કરવા ઇચ્છું છું. જ્યારે વિમાનની અંદર અંધારૂ, આગ અને ધૂમાડો હતો ત્યારે એરહોસ્ટેસ અમારી સાથે રહી.
વિમાનમાં ટેકઓફ બાદ જ આગ લાગી
રશિયન એરલાઇન એરોફ્લોટના સુખોઇ સુપરજેટમાં રવિવારે ટેકઓફ બાદ અચાનક જ આગ લાગી ગઇ. પાઇલટને જેવી જાણકારી મળી, વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. લેન્ડિંગ સમયે વિમાનના પાછળના ભાગમાં આગની લપટો જોવા મળી રહી હતી. લેન્ડિંગ બાદ યાત્રીઓને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધી ઘણું નુકસાન થઇ ગયું હતું. 2 બાળકો સહિત 41 લોકોનાં મોત થયા હતા. 9 લોકો ઘાયલ થયા, જેમાં ત્રણની સ્થિતિ ગંભીર છે. વિમાનમાં 5 ક્રૂ મેમ્બર સહિત 73 યાત્રી સવાર હતા. આ ફ્લાઇટ મોસ્કોથી મુરમાંસ્ક જઇ રહી હતી.
વીજળી પડવાથી દુર્ઘટના થઇ
રશિયન મીડિયા અનુસાર, દુર્ઘટના આકાશમાં વીજળી પડવાના કારણે થઇ. તાત્યાનાએ જણાવ્યું કે, ટેક ઓફ સમયે ભારે બરફ પડી રહ્યો હતો અને અમને બહાર ધડાકાનો અવાજ સંભળાતો હતો, પછી બ્લાસ્ટ થયો અને કાળો ધુમાડો દેખાયો.
સુખોઇ સુપરજે-100ના પાઇલટે જણાવ્યું, વીજળી પડવાથી અમારો સંપર્ક તૂટી ગયો, અમે અમારાં રેડિયોથી ઇમરજન્સી ફ્રિક્વન્સી પર વાત કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ થોડીવાર બાદ સંપર્ક થયા પછી ફરીથી તૂટી ગયો. આવી સ્થિતિમાં કંઇ પણ કહી શકવું સંભવ નહતું. ફ્લાઇટ એટેન્ડન્ટે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, અમે ટેકઓફ કરી લીધું, ભારે હિમવર્ષા થઇ રહી હતી, થોડીવારમાં ઝટકો લાગ્યો, વીજળી જેવું કંઇક ચમક્યું, આ બધું જ ઝડપથી થઇ રહ્યું હતું.
રશિયાના તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, વિમાનના બંને ફ્લાઇટ રેકોર્ડર મેળવી લેવામાં આવ્યા છે. તેમાંથી એક ડેટા રેકોર્ડર અને બીજું વોઇસ રેકોર્ડર છે. હજુ દુર્ઘટનાના કારણે વિશે જાણકારી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિમાન બે વર્ષ જૂનું હતું.