સુરતની દિકરી ઋષિતા ભાલાળાએ બાઈક રેસિંગની સ્પર્ધામાં સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું
બાઈક રેસિંગના વિવિધ દિલધડક કરતબો જોતા આપણે દંગ રહી જઈએ છીએ. તેવામાં ચેન્નાઈમાં યોજાયેલી બાઈક રેસિંગની સ્પર્ધામાં સુરતની એક દિકરીઓ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ચેન્નઇ ખાતે બાઇક રેસિંગમાં સુરતની ઋષિતા ભાલાળાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું છે. વરાછા રોડ યોગી ચોક વિસ્તારમાં રહેતી ઋષિતાએ આ સ્થાન મેળવવા સતત મહેનત કરી હતી.
એમ.એમ.આર.ટી.(મદ્રાસ મોટર રેસ ટ્રેક) ચેન્નાઈમાં દર વર્ષે યોજાતી મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશીપ 2019માં TVS ONE MAKE CHAMPIONSHIP- GIRLS રેસમાં સમગ્ર ભારતમાંથી 16 દીકરીઓની પસંદગી કરવામાં આવેલી હતી જેમાં ગુજરાત તરફથી એક માત્ર ઋષિતા ભાલાળાની પસંદગી થઈ હતી.
બાઈકનો શોખ હોવાથી તેમને જોબ છોડી દીધી હતી
મૂળ અમરેલી જિલ્લાના શાંતિનગર ગામના વતની ગીરીશભાઈ ભાલાળા વર્ષોથી સુરતમાં વસવાટ કરે છે. તેમની દીકરીને નાનપણથી જ બાઇક ચલાવવાનો શોખ છે. આથી 19 વર્ષની ઉંમરથી જ તે બાઈક ચલાવી રહી છે. ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઋષિતાએ એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. પરંતુ બાઈકનો શોખ હોવાથી તેમને જોબ છોડી વડોદરા ખાતે બાઇક રાઈડની પ્રેક્ટિસ માટે જતી હતી.
પાંચમાં ક્રમ સાથે ફાઇનલમાં સ્થાન
રેસિંગ માટે કુલ 80 એન્ટ્રી આવેલી હતી. જેમાંથી 40 રેસરને બોમ્બે તથા 40 રેસરને બેંગ્લોર પ્રાથમિક રેસ માટે બોલાવવામાં આવેલા હતા. કુલ 80 એન્ટ્રી માંથી 40 રેસર ક્વોલિફાઈ કરવામાં આવેલા હતા. હવે ફાઇનલ ક્વોલિફાઈ માટે 16 રેસલરની પ્રસંદગી કરવામાં આવેલી હતી જેમાં પણ ઋષિતાએ 2 મીનીટ અને 39 સેકેન્ડમાં 3.75 કિમિ અંતર કાપીને પાંચમાં ક્રમ સાથે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું.
ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું
5 થી 7 જુલાઈ 2019 ના રોજ 3 દિવસ સુધી ચેન્નઈમાં આવેલા મદ્રાસ મોટર રેસ ટ્રેકમાં ફાઇનલ રેસ યોજાઈ હતી જેમાં ગુજરાતમાંથી સુરતની ઋષિતા ભાલાળાએ 6 લેપ્સ ફક્ત 12 મિનિટ અને 26 સેકેન્ડ માં પૂર્ણ કરી પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું છે. રેસમાં ટોટલ 6 લેપ્સ હતા પ્રત્યેક લેપ્સ 3.717 કિમિ નો હતો જેમાં ઋષિતાયે એક લેપ્સ ફક્ત 2 મિનિટ અને 26 સેકેન્ડમાં પૂર્ણ કર્યો હતો.
ઋષિતા હવે જો સ્પોન્સર મળે તો ઇન્ટરનેશનલ રેસ માં પણ ભાગ લેવા ઈચ્છે છે, આજકાલ બાઇક ઉપર રખડતા છોકરાઓ માટે ઋષિતાની આ સિદ્ધિ એક સીમા ચિન્હ રૂપ પણ છે કારણ કે માત્ર આવરાગીરી કરવા કરતાં બાઇક રેસિંગ ને કેરિયર તરીકે સ્વીકાર કરવામાં આવે તો મોટી સિદ્ધિ પણ મેળવી શકાય છે.
દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..