દરેક યાત્રીને ખ્યાલ હોવા જોઈએ રેલવેના આ નિયમ, આવા છે રેલવેના 4 નિયમો

જ્યારે તમે રેલવેમાં ટ્રાવેલ કરી રહ્યા હોવ છો તો તમને કેટલીક એવી વાતો અથવા અધિકાર હોય છે જે તમને ખબર નથી હોતા. તમારી ઓછી માહિતીના કારણે કોઈ અન્ય તમારા અધિકારો છીનવાઈ શકે છે અથવા તમને તેના ફાયદાથી દૂર કરી શકે છે. આ એવા નિયમ છે જેની માહિતી તમારા પ્રવાસને આરામદાયક અને ટેન્શન ફ્રી બનાવી શકે છે.

ક્યારે ખોલી શકો છો વચ્ચેની સીટ
થર્ડ એસી, સ્લીપર કોચમાં વચ્ચેની સીટ ઘણી વખત પરેશાનીનું કારણ બની જાય છે. એ સીટ ખુલ્યાં પછી નીચેવાળી સીટમાં એટલી સ્પેસ નથી બચતી કે કોઈ તેમાં બેસી શકે. જો તમારી સીટ વચ્ચેની છે તો પણ સમસ્યા, નીચેની છે તો પણ. તમે ઘણી વખત સીટમાં બેસવાના મૂડમાં હોવ છો, પરંતુ જે વ્યક્તિની સીટ વચ્ચેની હોય છે તે તેને ખોલવા ઈચ્છે છે. શું વચ્ચેની સીટ કોઈ પણ ક્યારેય પણ ખોલી અથવા બંધ કરી શકે છે? જો તમને આ વાત નથી ખબર તો જાણી લો. રેલવે દ્વારા વચ્ચેની સીટને ખોલવા અને બંધ કરવાનો પણ એક નિયમ બનાવવામાં આવ્યો છે.

રેલવેના નિયમો મુજબ મિડિલ બર્થ પર મુસાફરી કરનાર યાત્રીઓને રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી જ સીટ ખોલવાની પરવાનગી મળે છે. આ સમય સિવાય બાકી સમય તમે સીટ નથી ખોલી શકતા. હા, એ વાત જુદી છે કે નીચેવાળી વ્યક્તિ પણ બપોરે સૂવા ઈચ્છે અને મિડિલ બર્થની વ્યક્તિ પણ તો પરસ્પર સમજૂતીથી સીટ ખોલી શકાય છે.

રેલવેના નિયમ મુજબ જ સાઇડ લોઅર બર્થ પર મુસાફરી કરનાર યાત્રીને સાઇડ અપરના યાત્રીને દિવસમાં નીચે બેસવાની જગ્યા આપવાવી રહેશે. આવું ત્યારે પણ થશે જ્યારે લોઅર બર્થમાં આરએસીવાળા બે યાત્રી પહેલાથી મુસાફરી કરી રહ્યા હોય. જોકે, અપર બર્થનો વ્યક્તિ રાતે 10થી સવારે 6 સુધી જ લોઅર બર્થનો દાવો કરી શકે છે.

જઈ શકાય છે સ્લીપરમાંથી એસીમાં
– આ રેલવેની એવી યોજના છે જેનો લાભ મળવો કિસ્મત ખુલવા જેવો હોય છે. રેલવેમાં ક્લાસ અપડેટ કરવાની સિસ્ટમ છે. જો તમારી ટિકિટ સ્લીપરમાં વેટિંગ છે અને થર્ડ એસીમાં સીટ ખાલી છે તો રેલવે તમને અપગ્રેડ કરીને થર્ડ એસીની સીટ આપી શકે છે. થર્ડ એસીમાં વેટિંગ હોવા અને સેકન્ડ એસીમાં સીટ ખાલી હોવા પર પણ આ લાભ મળી શકે છે.

– રેલવે તેના માટે કોઈ અલગ ફી ચાર્જ નથી કરતું. જોકે, અપગ્રેડની આ સગવડતા ફિક્સ નથી હોતી. ઘણી વખત સીટ ખાલી હોવા છતાં પણ યાત્રીઓની સીટ અપગ્રેડ નથી થતી. સાથે જ ક્યા યાત્રીની સીટ અપગ્રેડ થશે અને કોની નહીં, તેનો પણ કોઈ નિયમ નથી. રેલવે મુજબ રિઝર્વેશન ફોર્મમાં સીટ અપગ્રેડ કરવાનું એક ઓપ્શન હોય છે. તેને ટિક કરવા પર જ લોકોને તે સગવડતાનો લાભ મળે છે.

દરેક સ્થિતિમાં જરૂરી છે વેલિડ આઇડી પ્રૂફ
– ઓનલાઇન ટિકિટની સાથે તમારું વેલિડ આઇડી પ્રૂફ જરૂરી છે. એવું ન થવા પર તમે સીટના અધિકૃત હકદાર નથી માનવામાં આવતા. ઘણી વખત ટીસી ટિકિટ ચેક કરતી વખતે તમારેથી તમારું નામ અને સીટ નંબર પૂછી લે છે. તમે આઇડી કાર્ડ તેમની તરફ વધારો છો તો તે એક નજર નાખીને તમને પાછું કરી દે છે અને ઘણી વખત જોતો જ નથી.

– પરંતુ જો ટીસી તમારું ઓરિઝનલ આઇડી પ્રૂફ જોવા ઈચ્છે અને તમે મિસ કરી દો તો તમે નિયમ મુજબ ટિકિટ વિના યાત્રા કરી રહ્યા છો. પછી તે ટીસી પર નિર્ભર કરે છે કે તે માનવીય આધાર પર તમને યાત્રા કરવા દે કે નહીં. નિયમ મુજબ તમે વિના ટિકિટ થઈ ચૂક્યાં હોવ છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો