વડોદરામાં ભાજપની ‘જન આશીર્વાદ યાત્રા’માં હોબાળો: મહિલાએ BJP કાર્યકર્તાઓની બોલતી કરી દીધી બંધ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા મોટો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત નાટ્યાત્મક રીતે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ તમામ મંત્રીઓ હાલ પ્રજાના આશીર્વાદ મેળવવા માટે જન આશીર્વાદ યાત્રા પર છે, ત્યારે વડોદરામાં આ યાત્રા દરમિયાન એક મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હોવાની વાત સામે આવી છે.

વડોદરામાં કાલે નવનિયુક્ત મંત્રી રાજેન્દ્ર પટેલ અને મનિષા વકીલની ડીજે અને ઢોલ-નગારાના તાલે નીકળેલી જનઆશીર્વાદ યાત્રા દરમિયાન એક મહિલાએ ભાજપના કાર્યકર્તાઓને બોલતી બંધ કરી દીધી હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપની જનઆશીર્વાદ યાત્રા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી પસાર થઈ, ત્યારે મોટેથી ડીજે વગાડવાના કારણે બાળકો બીને જાગી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહિલાનું કહેવું હતું કે, લોકોને લગ્નમાં અને તહેવારોમાં ડીજે બંધ છે, ત્યારે ભાજપના લોકોને પરમિશન કોણે આપી છે? રેલીમાં કોઈએ માસ્ક પણ નથી પહેર્યા. મારુ માસ્ક જરા નીચે હતો, તો પણ મેં 1000 રૂપિયાનો દંડ ભર્યો હતો. બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મોટે-મોટેથી સુત્રોચાર કરીને મહિલાના અવાજને ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારની યોજનાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

3 ઓક્ટોબરે જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ, 7 ઓક્ટોબરે રાજકોટ જિલ્લા અને 8 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેરમાં યાત્રા કરશે. જ્યારે ઋષિકેશ પટેલ 3 ઓક્ટોબરે વિસનગર, 7 ઓક્ટોબરે ગાંધીનગર જિલ્લા અને 8 ઑક્ટોબરે અમદાવાદ જિલ્લામાં યાત્રા પર રહેશે. અગાઉ જુલાઈ મહિનામાં પણ કેન્દ્રીય મંત્રીઓએ પોત-પોતાના રાજ્યોમાં જન આશીર્વાદ યાત્રામાં ભાગ લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો