આ પટેલ યુવકે ચોપડા પ્રિન્ટ કરવાનો બનાવ્યો રેકોર્ડ, જાણો વિગતો…
હાલ માં વિદ્યાર્થીઓને વેકેશન ચાલી રહ્યા છે. વેકેશન ખતમ થશે એટલે વિદ્યાર્થીઓ ભણવાની સીઝન માં કાર્યરત થઇ જશે. શાળાઓ કોલેજ શરુ થશે એટલે વિદ્યાર્થીઓ લખવા માટે ફૂલસ્કેપ ચોપડા ઓ નો ઉપયોગ કરતા હોય છે. બજાર માં ૫૦-૧૦૦ રૂપિયાના બ્રાન્ડેડ ચોપડાઓ લેતા હોય છે અને કંપનીઓ મોટો નફો કમાય છે. ત્યારે સુરત ના એક પાટીદાર યુવક ની આજે અમે વાત કરીશું જે છેલ્લા ૨ વર્ષ થી એક નવીન કાર્ય કરીને સમાજ ઉપયોગી કાર્ય કરે છે.
સુરત ના મોટા વરાછા વિસ્તાર ના સુદામા ચોક માં રોનક ઘેલાણી નામનો પાટીદાર યુવાન સુદામા સ્ટેશનરીનો વ્યવસાય કરે છે. તે પોતે પણ બ્રાન્ડેડ ફૂલસ્કેપ ચોપડાઓ નો વેપાર કરી કમીશન ની આછી પાટલી કમાણી કરી લેતો હતો. પરંતુ તેને ત્યાં આવતા ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારો ને આ ચોપડાઓ પોસાય તેમ ન હતા અને કંપનીઓ લુટી રહી છે તેનો અનુભવ થયો. ત્યારે તેને એક વિચાર આવ્યો કે કેમ તે પોતે આ ચોપડાઓ બનાવડાવે અને સમાજ ના માધ્યમ અને ગરીબ વર્ગ ને ફાયદો કરાવે. તેણે ચોપડા બનાવતી કંપનીઓ નો સંપર્ક કર્યો તો ખ્યાલ આવ્યો કે આ ચોપડાઓ તો અડધા કરતા પણ ઓછી કીમતે તૈયાર થઇ જાય છે. આ યુવકે આ ચોપડાઓનું ઉત્પાદન શરુ કર્યું અને બજાર ભાવ કરતા અડધી કીમતે ચોપડા વેચવાનું શરુ કર્યું.
તેણે આ ચોપડાઓ ને ડીઝાઈન એવી બનાવી કે ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ આ યુવાન ના આઈડીયાને સન્માન્યું અને કેશુભાઈ પટેલ કે જેઓ પૂર્વ મુખ્યમંત્રી છે તેમણે પણ આ યુવાન ને શાબાશી આપી. અને પ્રશસ્તી પત્રક આપ્યું..
આ યુવાન આટલે થી નથી અટક્યો, તેણે આ ચોપડા ઓ માં સરદાર વલ્લભભાઈ, ખોડલધામ મંદિર, ગરવો ગીરનાર, અને પાછળ ની તરફ જરૂરી અગત્ય ના ફોન નંબર ની યાદી છપાવી જેથી આ ચોપડા ઓ માત્ર પસ્તી ના બની રહે. આ ચોપડાઓ માં રોજ બરોજ કામ લાગે એવા નંબરો સાથે સાથે સુરત ની સામાજિક સંસ્થાઓ જેવી કે નેશનલ યુવા સંગઠન કે જે લોક જાગૃતિ ના કર્યો કરે છે, શ્રવણ ટીફીન સેવા કે જે હોસ્પિટલો માં દાખલ ગરીબ દર્દીઓ ને મફત ટીફીન ભોજન કરાવે છે, મુસ્કાન ફેમીલી ટ્રસ્ટ કે જેઓ વધેલું ભોજન શહેર માંથી ઉઘરાવી ભૂખ્યા ગરીબ લોકો સુધી પહોચાડે છે, તેમની વિગતો પણ આપવામાં આવેલ છે.
જો તમે પણ તમારી પસંદ ના સસ્તા ભાવે ચોપડા બનાવડાવવા માંગતા હોવ તો તમે પણ તેમનો સંપર્ક કરી શકો છો. રોનક ઘેલાણી: 80 00 00 56 28
આ ચોપડાઓ માં આકર્ષક ડીઝાઇન અને જરૂરી ફોન નંબરો ની વિગતો છાપવામાં આવેલ છે.