અનોખી રીતે શિક્ષણ : આ શિક્ષક પાસે વિદ્યાર્થીને ભણતા નથી લાગતો ડર

દરેક શિક્ષકમાં ભણાવવાની રીત અલગ-અલગ હોય છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા શાળામાં એક શિક્ષક દ્વારા અભિનય ગીત સાથે અનોખી રીતે શિક્ષણનો અભ્યાસ કરાવાય છે. જેને લઇ બાળકો અભ્યાસથી ન કંટાળી શાળામાં આવવા પ્રેરાય છે. આ ઉપરાંત શિક્ષક પ્રત્યે બાળકોની મિત્રતા બંધાય છે. આવા શિક્ષક સાથે કોણ ભણવા ન માંગે એ સૌ કોઈ કહે છે.

મૂળ પાટણના બાલીસણા ગામના છે શિક્ષક

પાટણ તાલુકાના બાલીસણા ગામના રોહિતભાઈ ચંદુભાઈ પટેલ પ્રાથમિક શિક્ષક છે. જેઓ હાલ કાંકરેજના અરણીવાડામાં છેલ્લા ચાર વર્ષથી ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન અને હિન્દી વિષય ભણાવે છે. જેઓ બાળકોને અભિનય ગીત સાથે અનોખી રીતે શિક્ષણ આપે છે. આ અંગે શિક્ષક રોહિતભાઈ પટેલએ જણાવ્યું હતું કે , ‘અઠવાડિયામાં એક-બે દિવસ બાળકોને અભિનય ગીત દ્વારા શિક્ષણ આપવાથી બાળકોમાં તેનું જ્ઞાન ઝડપથી આવે છે. તેમજ બાળકોને શિક્ષક પ્રત્યે ડર નહીં પરંતુ મિત્રતા બંધાય છે. જેને લઇ બાળકો શાળામાં આવવા પ્રેરાય છે.’ આમ શિક્ષક દ્વારા અનોખી રીતે શિક્ષણ અપાતા જોઈ લોકો અચબામાં પડી જાય છે.

પ્રવાસ દરમિયાન શિક્ષક જાતે ભોજન બનાવે છે

શાળામાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવાય છે. જેમાં પ્રવાસ યોજાય છે ત્યારે શિક્ષક રોહિતભાઈ પટેલ જાતે જ બાળકોમાં ભોજન બનાની પીરસે છે. આમ બાળકોને સ્વાદિષ્ટ અને સારું ભોજન મળે છે. આ ઉપરાંત બાળકોને અન્ય મદદ પણ આ શિક્ષક દ્વારા કરાય છે.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો