BJP નેતાએ રાષ્ટ્રીય અધ્યક્ષને લખ્યો પત્ર: હું સાંસદ તરીકે રાજીનામું આપી દઇશ પણ માત્રા પુત્રને ટિકિટ આપો

ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ રીટા બહૂગુણાએ પુત્ર મંયક જોશીને લખનૌ કેંટથી ટિકિટ મળે તેના માટે પોતાનું સાંસદ તરીકેનું પદ છોડવાની તૈયારી બતાવી છે અને આ બાબતે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને પત્ર પણ લખ્યો છે. રીટા બહૂગુણા તેનું MP તરીકેનું પદ છોડવા માટે તૈયાર થયા તેની પાછળનું કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ સાંસદ હોય તેને ટિકિટ આપવાનો ઇન્કાર કરેલો છે અને એક પરિવારમાંથી એક જ ટિકીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને કારણે પુત્ર મંયક જોશીને ટિકીટ મળશે કે કેમ તે બાબતે શંકા જણાતા રીટા બહૂગુણાએ પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે.

રીટા બહૂગુણાએ કહ્યું કે એક પરિવારમાં એક જ વ્યકિતને ટિકિટ આપવાના પાર્ટીના નિર્ણય વિશે જયારે ખબર પડી ત્યારે મેં આ વિશે ભાજપ અધ્યક્ષને પત્ર લખ્યો છે. રીટાએ કહ્યું કે જો કોઇ ચૂંટણી રાજનીતિમાં આવવા માંગતું હોય અને લાંબા સમયથી સમાજસેવા કરી રહ્યા હોય તો તેમને ટિકિટ આપવામાં વાંધો ન હોવો જોઇએ.

ભાજપના સાંસદ રીટાએ એ પણ કહ્યું કે મેં પહેલાંથી જ વર્ષ 2024ની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધેલી છે અને હવે સંસદ તરીકેનો ભાર છોડીને પાર્ટીમાં કામ કરવા માંગુ છુ. તેમણે પત્રમાં લખ્યું કે હાલના સાંસદના પુત્રને વિધાનસભાની ટિકીટ આપવામાં મુશ્કેલી ઉભી થતી હોય તો, હું મારું સાંસદ તરીકેનું પદ છોડવા માટે તૈયાર છું. રીટા, પુત્ર મંયક માટે લખનૌ કેંટથી ટિકીટ માંગી રહી છે અને આ બેઠક પર ભાજપમાં અનેક દાવેદારો ઉભા થઇ ગયા છે.

રીટા બહૂગુણા થોડા વર્ષો પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે મારો પુત્ર મયંક વર્ષ 2009થી રાજકારણમાં સક્રીય છે અને લોકો માટે કામ કરે છે. એવામાં મારા પુત્ર મંયકને ટિકિટ મળવી જોઇએ.

પોતાના પુત્રો માટે ટિકિટ માંગવામાં રીટા ઉપરાંત ભાજપના સાંસદ જગદમ્બિકા પાલ, કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર અને ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યના નામનો પણ સમાવેશ છે. આ બધા નેતાઓ વિધાનસભાની ચૂંટણી માટે તેમના પુત્ર માટે ટિકિટ માંગી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસ સ્થાને બેઠક ચાલી રહી છે. ત્રીજા અને ચોથા ચરણ માટે ઉમેદવારોની યાદી આજે જાહેર થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો