અમદાવાદ રાઇડ્સ દુર્ઘટનામાં ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

કાંકરિયા તળાવમાં બાલવાટિકા પાસે બનેલી રાઇડ્સ દુર્ઘટનાના કારણે બે લોકોના મોત થયા છે. મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. જોકે, આ દુર્ઘટનાએ દાણીલીમડા રહેતા મોમીન પરિવારની ચાર બહેનોનો એકના એક ભાઇનો ભોગ લીધો છે. રવિવારે બનેલી રાઇડ્સ દુર્ઘટનામાં 22 વર્ષિયી મહમદ ઝૈદ આર મોમીનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે દાણીલીમડા વિસ્તારમાં ક્લીફટન ટાવરમાં મોમીન પરિવાર રહે છે. આ પરિવારમાં ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ 22 વર્ષીય મહમદ ઝૈદ આર મોમીન રવિવારની રજા હોવાથી કાંકરિયા તળાવમાં ફરવા આવ્યો હતો.

ઝૈદ બાલવાટીકા ગેટ નં-4 પાસે આવેલી ડિસ્કવરી રાઇડ્સમાં બેઠો હતો. જોકે, ઝૈદને ખબર ન્હોતી કે આ મજા તેના જીવનની છેલ્લી મજા હશે. ઝૈદ સહિત બાકીના 30 લોકો આ રાઇડમાં બેઠા હતા. રાઇડ શરૂ થાયાની સેકન્ડોમાં જ રાઇડ વચ્ચેથી તૂટી પડી અને તમામ 31 લોકો 60 ફૂટની ઊંચાઇએથી જમીન ઉપર પટકાયા હતા.

રાઇડ જમીન ઉપર પટકાવવાની સાથે જ 22 વર્ષીય ઝૈદનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. આમ મામીન પરિવારનો એકના એક કુળદિપક બુજાઓ હતો. પરિવારના એકનો એક ભાઇ અને દીકરો ગુમાવતા મોમીન પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. અને શોકની લાગણી ફેલાઇ હતી.

ઝૈદના મૃતદેહને એલજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. અહીં પરિવારજનોના આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઇ રહ્યા અને સમગ્ર માહોલ હૃદય દ્રાવક બની ગયો હતો.

હોસ્પિટલમાં રૂદન કરતો પરિવાર

મારી સામે મેં બે લોકોને મરતા જોયા, મને પણ કરોડરજ્જુમાં વાગ્યું છે, એક્સ રે કઢાવ્યો છે

હું મારા ભાઇ – ભાભી અને તેમના બાળકો સાથે બપોરે 2.30 વાગ્યાની આસપાસ કાંકરિયા પહોંચ્યા હતા. કાંકરિયાનાં આકર્ષણ સમાન ડિસ્કવરી રાઇડમાં બેસવા માટે અમે 3.30 વાગ્યાનીઆસપાસ લાઇનમાં ઊભા રહ્યા. લોકોની સંખ્યા વધારે હોવાથી અમારે એક કલાક જેટલા સમય સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું. 4.30 વાગ્યાની આસપાસ અમારો રાઇડમાં બેસવા માટેનોવારો આવ્યો. અમે રાઇડમાં બેઠાને થોડો સમય થતાં જ અચાનક રાઇડ તૂટી પડી. મારી સાથે મારા મોટાભાઇ અને તેમના બાળકો પણ હતા. રાઇડ તૂટતા લોકોની ચીસાચીસો વચ્ચે અચનાકમાહોલ બદલાઇ ગયો. લોકો રડી રહ્યાં હતા, બે લોકો તો સ્થળ પર જ મૃત્ય પામ્યા હતા. મને પણ કરોડરજ્જુમાં નુકસાન થયું છે. એક્સ રે કરાવ્યો છે, ત્યારબાદ ખબર પડશે કે મને શું થયું છે. – ઈજાગ્રસ્ત વ્યક્તિ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો