25 વર્ષથી નિ:સ્વાર્થભાવે સેવા કરનાર રિક્ષાચાલકને મહિલાએ આપી કરોડની સંપત્તિ, 3 માળનું મકાન અને તમામ સંપત્તિ તેને આપી દીધી
25 વર્ષની સેવાનું ઈનામ, મહિલાએ રિક્ષા ચાલકને આપી કરોડની સંપત્તિ
63 વર્ષીય મહિલાએ નિઃસ્વાર્થ સેવા કરી રહેલા રિક્ષાચાલકના નામે ત્રણ માળનું મકાન અને તમામ મિલકત તેમના નામે કરી આપવાનું નક્કી કર્યું છે. પતિ પછી દીકરીનું પણ અવસાન થયું ત્યારે બધાં સગાંસંબંધીઓએ તેનાથી મોં ફેરવી લીધું, પરંતુ આ રિક્ષાચાલક 25 વર્ષથી તેની સેવા કરી રહ્યો હતો. તેના નામે મહિલાએ સમગ્ર મિલકતનો માલિકી હક્ક આપવાનું નક્કી કર્યું છે. બધું મળીને એક કરોડની કીંમત થાય છે. પગેથી રિક્ષા ચલાવનારને સેવાનું ફળ મળ્યું છે.
ધન નહીં પણ માનવતા જ સૌથી મોટી સંપત્તિ છે. આનું જીવંત ઉદાહરણ ઓડિશાના કટક જિલ્લામાં જોવા મળ્યું. આ ઘટના સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે. જ્યાં એક વૃદ્ધ મહિલાએ મહાનતા અને ખાનદાની બતાવીને ત્રણ માળનું મકાન અને તમામ મિલકત એક રિક્ષાચાલકના નામે આપવાનું નક્કી કર્યું છે. કારણ કે એ રિક્ષાચાલકે નિઃસ્વાર્થ ભાવે મહિલાની સેવા કરી હતી.
પતિ અને પુત્રી હયાત નથી
જો કે વૃદ્ધ મહિલાને પરિવારના સભ્યોનાં મહેણાં સાંભળવા પડે છે, પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ છે. હાલમાં ઘરની સાથે ઘરેણા અને અન્ય ઘરવપરાશની વસ્તુઓની કિંમત આશરે 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ વાત 63 વર્ષની મહિલા મિનાતી પટનાયકની છે. મિનાતી કટક જિલ્લાના સુતાહાટા વિસ્તારમાં રહે છે. ગયા વર્ષે તેના પતિ કૃષ્ણકુમાર પટનાયકના મૃત્યુ પછી, મિનાતી માટે તેની પુત્રી કોમલ સહારો હતી. પતિના મૃત્યુના છ મહિના પછી, પુત્રી કોમલનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. આ ઘટનાએ મિનાતીને સંપૂર્ણપણે લાચાર અને નિરાધાર બનાવી દીધાં. આવા સમયે મિનાતીના પરિવારના સભ્યોએ પણ તેને એકલવાયું જીવન જીવવા માટે છોડી દીધાં.
મિનાતી પટનાયક માટે તેનો રિક્ષાવાળો બુદ્ધ સામલ જાણે દેવદૂત બનીને આવ્યો. આ રિક્ષાચાલક પટનાયક પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલો છે. રિક્ષાવાળાને એકલાં પડી ગયેલા મિનાતીની દયા આવતી અને તેણે નિ:સ્વાર્થભાવે સેવા કરવાનું શરૂ કર્યું. રિક્ષાચાલક બુદ્ધ સામલ અને તેમના પરિવારે મિનાતી પટનાયકની સંપૂર્ણ કાળજી લીધી. સામલ અને તેનો પરિવાર માત્ર મિનાતીની એકલતા દૂર કરવા જ નહીં પરંતુ હોસ્પિટલથી લઈને ઘર સુધી નિયમિત કાળજી પણ લેતા હતા. તેનું ખાવા-પીવાનું ધ્યાન રાખે. જરૂર પડે તો હોસ્પિટલે લઈ જાય. મિનાતી પટનાયકે કહ્યું કે, હું મારી સંપત્તિ આ ગરીબ પરિવારને દાન કરવા માંગુ છું. મેં મારી સંપૂર્ણ મિલકત કાયદેસર રીતે રિક્ષાચાલક સામલના નામે આપવાનું નક્કી કર્યું છે જેથી મારા મૃત્યુ પછી કોઈ તેને મિલકત અંગે હેરાન ન કરી શકે.
મિનાતીએ કહ્યું કે મારી બહેન મારા નિર્ણયની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આ રીતે મિલકત રિક્ષાચાલકને દાનમાં આપવાની નથી. મિનાતીએ કહ્યું કે મારી પુત્રી કોમલના મૃત્યુ બાદ પરિવારમાંથી કોઈએ મારી ખબર પૂછી નહોતી. પરિવારના કોઈ સભ્ય પણ મને મળવા આવ્યા નથી. બુદ્ધ અને તેમનો પરિવાર છેલ્લા 25 વર્ષથી મારું અને મારા પરિવારનું ધ્યાન રાખે છે.
મિનાતીએ કહ્યું કે જ્યારે મારી દીકરી કોમલ નાની હતી અને તે શાળાએ જતી ત્યારે બુદ્ધ તેની સંપૂર્ણ સંભાળ રાખતો. બુદ્ધ અને તેમના પરિવારે હંમેશા મારો આદર કર્યો છે. સાથે સાથે પરિવારના સભ્યો કરતાં પણ વધુ લોકોએ મારા પરિવાર માટે કામ કર્યું છે.
રિક્ષાચાલક બુદ્ધે કહ્યું કે હું છેલ્લા 25 વર્ષથી આ પરિવાર સાથે જોડાયેલો છું. હું અગાઉ ઘરના માલિક કૃષ્ણકુમાર અને દીકરી કોમલની સેવા કરતો હતો. મિનાતી મેડમ હંમેશા તહેવારો અને અન્ય દિવસોમાં અમને મદદ કરે છે. વર્ષોથી અમે નિઃસ્વાર્થપણે મિનાતીજી અને તેમના પરિવારની સંભાળ રાખવાનો પ્રયાસ કર્યો. હવે આ દુનિયામાં માત્ર મિનાતીજી જ જીવિત છે અને અમે તેમની પૂરી કાળજી લઈશું. તેમની આખી મિલકત મારા નામે કરી આપવી એ તેમની ખાનદાની અને મહાનતા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..