આનંદ મહિન્દ્રાએ પુરો કર્યો વાયદો: સ્ક્રેપમાંથી બનેલી જીપના બદલામાં આપી નવી બોલેરો
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશાં જુગાડ કરીને બનાવેલ વસ્તુઓનાં વીડિયો શેર કરે છે સાથે જ જુગાડ કરીને બનાવેલ વસ્તુઓના નિર્માતાઓની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કરે છે. પણ આ વખતે આનંદ મહિન્દ્રા એક વ્યક્તિના જુગાડથી આટલા બધા ખુશ થયા કે એમણે વ્યક્તિને જુગાડનાં બદલામાં એક નવી ગાડી ગિફ્ટ આપી.
તમને યાદ હશે કે થોડાં અઠવાડિયા પહેલા આનંદ મહિન્દ્રાએ એક નાની ક્લીપ શેર કરી હતી. જેમાં મહારાષ્ટ્રનાં એક વ્યક્તિએ ખરાબ થઈ ગયેલી વસ્તુઓમાંથી એક ચાર પૈંડાવાળી ગાડી બનાવી હતી. તેમણે ટ્વીટર પર આ વીડિયોને શેર કર્યો હતો અને સાથે જ આ જુગાડનાં બદલામાં એક નવી બોલેરો આપવાનો વાયદો કર્યો હતો. હવે ઉદ્યોગપતિએ પોતાનો વાયદો પૂર્ણ કર્યો છે. આનંદ મહિન્દ્રાએ દત્તાત્રેય લોહાર અને એમના પરિવારને એક નવી કાર આપી છે. જેના ફોટો ટ્વીટર પર શેર કર્યા છે. દત્તાત્રેયે પોતાના પુત્રની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ જુગાડું ગાડી બનાવી હતી. ભંગારમાંથી બનાવવામાં આવેલી ગાડી માટે રૂ.60,000 નો ખર્ચ થયો હતો.
Delighted that he accepted the offer to exchange his vehicle for a new Bolero. Yesterday his family received the Bolero & we proudly took charge of his creation. It will be part of our collection of cars of all types at our Research Valley & should inspire us to be resourceful. https://t.co/AswU4za6HT pic.twitter.com/xGtfDtl1K0
— anand mahindra (@anandmahindra) January 25, 2022
આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર નવી કાર લેવાવાળા પરિવારના ફોટો શેર કરતા લખ્યું છે કે, ‘આનંદ છે કે એમણે જીપનાં બદલામાં નવી બોલેરો આપવાની મારી માગનો સ્વીકાર કર્યો. હવે આ જીપ મહિન્દ્રા રિસર્ચ વેલીમાં અન્ય કારો સાથે સંગ્રહનો ભાગ બનશે.’
ગત મહિને, આનંદ મહિન્દ્રાએ મહારાષ્ટ્રના દત્તાત્રેય લોહારની એક કલીપ જોઈ હતી. જેમાં તે પોતાની ગાડી વિશે એક વ્યક્તિને સમજાવતા જોવા મળે છે. જે તેનો ઈન્ટરવ્યું લઇ રહ્યો હતો. તે ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે ક્લીપ ટ્વીટર પર શેર કરી.
મહિન્દ્રા સમૂહનાં અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ 45 સેકન્ડની એક ક્લીપ શેર કરી. જેમાં દત્તાત્રેય લોહાર બતાવી રહ્યા છે કે એમની 4 પૈંડાવાળી ગાડી કેવી રીતે ચાલે છે. વિડીયો શેર કરતા એમણે લખ્યું કે, ‘આ સ્પષ્ટ રીતે કોઇ પણ નિયમ સાથે સંબંધિત નથી, પરંતુ હું સ્વજનોની સરળતા અને ‘ઓછામાં ઓછી’ ક્ષમતાઓની પ્રશંસા કરવાનું ક્યારેય બંધ નહિ કરીશ.’
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..