વધેલા ભાત ફેંકવાને બદલે તેમાંથી આ રીતે બનાવો ટેસ્ટી કટલેટ, જાણો બનાવવાની સરળ રીત
તમે રાતે ભાત બનાવ્યા હોય અને તે વધ્યા હોય તો ફેંકી દેતા હોય છે તો ઘણા લોકો વધેલા ભાતને વઘારીને ખાય છે. પરંતુ આજે અમે તમારા માટે વધેલા ભાતમાંથી કટલેસ બનાવવાની એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ જેને એકદમ ટેસ્ટી હોય છે. તો આવો જોઇએ કેવી રીતે વધેલા ભાતની કટલેટ બનાવી શકાય.
સામગ્રી
- ૧ કપ – વધેલા ભાત
- ૧ / ૨ કપ – ચોખાનો લોટ
- ૧ / ૨ કપ – છીણેલું ગાજર
- ૧ / ૨ કપ – સમારેલી ડુંગળી
- ૧ / ૨ કપ – સમારેલી લીલી ડુંગળી
- ૧ મોટી ચમચી – સમારેલી કોથમીર
- ૧ ચમચી – આદુ – મરચાની પેસ્ટ
- ૧ / ૨ ચમચી – જીરૂ પાઉડર
- ૧ / ૨ ચમચી – ચાટ મસાલો
- ૧ ચમચી – ખાંડ
- તરવા માટે – તેલ
- સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
એક મોટા વાસણમાં રાંધેલા ભાત, ચોખાનો લોટ અને પાણી બરાબર મિક્સ કરો. તેમા ગાજર, લીલી ડુંગળી, ડુંગળી, આદુ લસણની પેસ્ટ. ખાંડ, મીઠું, જીરૂ પાઉડર, કોથમીર બરાબર હાથથી મિક્સ કરો. હવે મિશ્રણને 15-16 ભાગ કરો. હાથમાં તેલ લગાવીને મિશ્રણને કટલેસનો આકાર આપી દો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને મધ્યમ આંચ પર કટલેસને તરવા મૂકો. કટલેસ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તરી લો. હવે કટલેસને ટિશ્યૂ પેપરમાં મૂકો એટલે વધારાનું તેલ નીકળી જાય. તૈયાર છે ગરમા ગરમ કટલેસ..જેને તમે લીલી ચટણી કે ટામેટાના સોસ સાથે સર્વ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..