ગુજરાતી સાહિત્ય જગતમાં આઘાત: અમદાવાદના નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસે કિડની અને તેમનાં પત્નીએ કેન્સરની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં પ્રોફેસર અને તેમનાં પત્નીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી છે. પતિને કિડનીની બીમારી હતી, જ્યારે પત્નીને કેન્સરની બીમારી હતી. બન્નેએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. દરમિયાન તેમના નિવાસથી અંતિમયાત્રા નીકળી હતી. પોલીસને એક સુસાઈડ નોટ મળી છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેઓ યોગ અને પ્રાણાયામ કરતાં પણ બીમારીમાં કોઈ રાહત ન મળતાં તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બંગલાના એક જ રૂમમાં આપઘાત કર્યો
સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસે તેમની પત્ની સાથે આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક જ રૂમમાં એકસાથે આત્મહત્યા કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. આ ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસ સ્થળ પર તપાસ કરતાં એક સુસાઈડ નોટ મળી આવી હતી.

પોલીસને સુસાઈડ નોટ મળી
પોલીસની પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તે બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બંને જણાએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા, પરંતુ કોઈ પરિણામ ના મળતાં આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતાં હતાં, જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલાં કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતા હતા. જ્યારે અંજનાબેન હાઉસ વાઈફ હતાં.

પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી
ચોંકાવનારી વાત તો એ છે કે મૃતક સિનિયર સિટિઝન દંપતીનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અને અમદાવાદમાં ક્લિનિક પણ ચલાવી રહ્યો છે. હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધીને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. ત્યારે એ વાત પણ સમજવી જોઈએ કે આત્મહત્યા એ કોઈપણ મુશ્કેલીનો અંત નથી.

6 ઓક્ટોબર 1940ના રોજ અમદાવાદમાં જન્મેલા ડૉ. યોગેન્દ્ર વ્યાસ માત્ર 22 વર્ષની ઉંમરે સુરેન્દ્રનગરની મહિલા કોલેજમાં અને પછી અમદાવાદની સરસપુર કોલેજમાં આચાર્ય તરીકે તથા એક વર્ષ ડૉ. પ્રબોધ પંડિત સાથે પુણેની ડેક્કન કૉલેજમાં સેવાઓ આપી હતી.

પ્રાધ્યાપકથી લઈ પ્રિન્સિપાલ અને ભાષા વિજ્ઞાન ભવનના વ્યાખ્યાતા
1957માં એસ.એસ.સી., 1961માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., 1963માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ., 1969માં પી.એચ.ડી., 1963થી 1966 સુધી એમ. એમ. શાહ મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ. 1966થી 1968 સુધી સરસપુર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને 1968-69માં ત્યાં જ આચાર્ય. 1969થી 1980 સુધી ભાષા વિજ્ઞાનના વ્યાખ્યાતા. 1980થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ભાષા વિજ્ઞાનના રીડર પણ હતા.

27 પુસ્તકના લેખક અને 24 પુસ્તકના સંપાદક
કુલ 27 પુસ્તકના લેખક અને 24 પુસ્તકના સંપાદક ડૉ.યોગેન્દ્ર વ્યાસને તેમનાં પાંચ પુસ્તકને જે-તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળેલા છે. તેમણે વર્ષ 1995થી 1999 સુધી ભારતીય ભાષા સંસ્થાન (માપસર)ના કેન્દ્ર સરકારે નીમેલા સલાહકાર તરીકે 1997માં નવમી પંચવર્ષીય યોજના માટેની UGC(યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના વિઝિટિંગ કમિટીમાં તથા વર્ષ 2000માં નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદ શહેર શિક્ષણ સમિતિ દ્વારા સન 1999માં સંનિષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત ડો.યોગેન્દ્ર વ્યાસ વર્ષ 2002માં અમેરિકાની 1967થી કાર્યરત એ.બી.આઈ, ઈન્સે.સંસ્થા દ્વારા મેન ઓફ ધ યર 2002 અને એ જ સંસ્થાના રિસર્ચ બોર્ડ ઓફ એડવાઇઝર તરીકે પસંદગી પામ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો