વિંગ કમાન્ડર અભિનંદનના માતા-પિતાને પ્લેનમાં આ રીતે આપ્યું લોકોએ સમ્માન

વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને આજે પાકિસ્તાન મુક્ત કરી રહ્યું છે, ત્યારે તેમના માતાપિતા પણ ચેન્નૈથી દિલ્હી પહોંચી ગયા છે. તેઓ ગઈ કાલે રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ જે ફ્લાઈટમાં દિલ્હી જઈ રહ્યા હતા તેમાં સવાર પેસેન્જર્સને જ્યારે ખબર પડી કે વિંગ કમાન્ડરના માતાપિતા પણ આ જ પ્લેનમાં દિલ્હી જઈ રહ્યા છે, ત્યારે સૌ કોઈએ ઉભા થઈને તાળી વગાડી તેમને ફ્લાઈટમાં આવકાર્યા હતા.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદનના માતાપિતા વિમાનમાં દાખલ થયા ત્યારે બાકીના પેસેન્જર્સને તેમના ખબર પડી હતી. સૌ કોઈએ ઉભા થઈ તાળી વગાડી તેમનું સ્વાગત કર્યું હતું. અભિનંદનના માતાપિતાએ પણ હાથ જોડી લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.

અભિનંદનના પપ્પા પણ છે માસ્ટર બ્લાસ્ટર

રાતોરાત 125 કરોડ ભારતીયોના હીરો બની જનારા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનનો પરિવાર જ જાણે પાયલોટોનો પરિવાર છે.

અભિનંદનના પિતા નિવૃત્ત એર માર્શલ એસ વર્થમાન વાયુસેનાના ધુરંધર પાયલોટ પૈકીના એક મનાય છે.એસ,વર્થમાને 1973માં અભિનંદનના પિતા ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે કેરિયર શરુ કરી હતી. તેઓ ચાલીસ પ્રકારના એરક્રાફ્ટ ઉડાવી જાણે છે. તેમની પાસે 4000 કલાકનો ઉડ્ડયનનો અનુભવ છે.

કારગિલ જંગ વખતે તેઓ ગ્વાલિયરમાં ચીફ ઓપરેશન ઓફિસર હતા.જ્યાં તેઓ મિરાજ 2000 એરક્રાફ્ટ ઓપરેટ કરતા હતા.જેણે કારગીલ યુધ્ધમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

એસ વર્થમાને કહ્યુ હતુ કે મારો પુત્ર દેશના સાચો સિપાહી છે અને આ મુશ્કેલ સ્થિતિમાં સાથ આપવા બદલ હું તમામ લોકોનો આભાર માનુ છું. અભિનંદનના પત્ની તન્વી મારવાહ પણ નિવૃત્ત હેલિકોપ્ટર પાયલોટ છે.

દેશના વિર સપૂતના માતા-પિતાને દીલથી નમન અને વંદન..
જય હિન્દ.. જય ભારત..

શું આપ જાણો છો કે વિંગ કમાંડર અભિનંદને પાકિસ્તાની ધરતી પર હોવાની જાણ થતા જ સૌથી પહેલું કામ કયુ કર્યું ?

વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનના અદમ્ય સાહસે જ પાકિસ્તાનના F-16 ના હાજા ગગડાવી નાખ્યા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો