ભારત અને જાપાનની બે ટોચની ઇન્સ્ટિટ્યુટના સંશોધનમાં આ ભારતીય ઔષધીએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા, કરી શકે છે કોરોનાનો ઈલાજ
અશ્વગંધા એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. તેના ઘણા ફાયદા અંગે આજે દુનિયાના મેડિકલ ક્ષેત્રે તજજ્ઞો પણ સહમત છે. આ આયુર્વેદિક દવાથી એંઝાયટી, બળતરા, સોજો વગેરે ઘટાડવામાં મદદ મળે છે. અશ્વગંધા એક નાનકડો છોડ છે. જે મોટાભાગે ભારત અને ઉત્તર આફ્રિકામાં મળી આવે છે. આયુર્વેદ પ્રમાણે આ સૌથી જરુરી છોડમાંથી એક છે. અત્યાર સુધી અનેકવાર એવા નિવેદનો સામે આવ્યા છે કે આયુર્વેદમાં કોરોનાનો સચોટ ઈલાજ મળી શકે છે. પરંતુ હવે જે રિસર્ચ સામ આવ્યું છે કે દેશ જ નહીં આતંરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિષ્ઠિત એવી દિલ્હી IITના સંશોધનમાં સામે આવ્યું છે કે આ આયુર્વેદિક જડીબુટ્ટી કોવિડ-19 સામે રક્ષણ આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
IIT દિલ્હી અને જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ્ડ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના એક સંશોધન પ્રમાણે અશ્વગંધા અને પ્રોપોલિસમાં એવા કુદરતી તત્વો છે. જેનાથી કોરોનાથી બચી શકાય છે. પ્રોપોલિસ એક મધમાખી દ્વારા તૈયાર કરવામાં આવતી પ્રોડક્ટ છે જેમાં શરીરને નુકસાનથી બચાવવા અને બીમારીઓ સામે લડવા માટે જરુરી એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
ભારત સરકારે એ જાણવા માટે એક પ્રાયોગિક તપાસ શરું કરી છે કે શું અશ્વગંધા એન્ટી-મલેરિયા ડ્ર્ગ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની જગ્યા લઈ શકે છે કે શું? વૈજ્ઞાનિકો દ્વારા આયુર્વેદિક દવાઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયોગમાં આયુષ મંત્રાલય, સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલય, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) સામેલ છે.
અશ્વગંધાના શું છે ફાયદા?
અશ્વગંધાના ઘણા ફાયદા છે જેને આધુનિક વિજ્ઞાન પણ માને છે. જેમ કે ….
સ્ટ્રેસ અને એન્ઝાયટીઃ આ જડીબુટ્ટી સ્ટ્રેસ અને એન્ઝાયટી દૂર કરવામાં કારગર છે.
બ્લ્ડ શુગરઃ એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે અશ્વગંધા બ્લડશુગર લેવલને ઓછું કરે છે. જેનાથી ઇન્સ્યુલિનમાં સુધારો આવે છે. અભ્યાસમાં જોવા મળ્યું કે અશ્વગંધા હેલ્ધી અને ડાયાબિટિક બંને વ્યક્તિઓમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ નિયંત્રિત કરે છે.
બળતરા અને સોજા આવવાઃ અશ્વગંધામાં એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે. જે બળતરા અને સોજો આવવા બંને સમયે ખૂબ જ મદદગાર સાબિત થાય છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે આ જડીબુટ્ટી રોગપ્રતિકાર શક્તિ ધરાવતા આપણા શરીરના સેલ્સની મદદ કરે છે.
શું અશ્વગંધા તમારા માટે સુરક્ષિત છે?
મોટાભાગના લોકો માટે ઓછા અને પ્રમાણસર ડોઝમાં અશ્વગંધા સુરક્ષિત ઔષધ છે. જોકે ગર્ભવતી મહિલાઓએ અશ્વગંધા ન લેવી જોઈએ. અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધી છે જેની ડાળખી અને પાનને પીસીને તેનો પાઉડર બનાવવામાં આવે છે. તેના અનેક ફાયદા છે તે સાચું છે પરંતુ તમારા ડોક્ટર દ્વારા આપવામાં આવેલ દવાની જગ્યાએ અશ્વગંધા પોતાની જાતે લેવી યોગ્ય નથી. આ માટે તમારા ડોક્ટર સાથે ચર્ચા કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..