એક્સ્ટ્રા ઈન્કમ માટે જો તમે પણ ઘર ભાડે આપ્યું હોય તો પહેલાં આ કામ ચોક્કસથી કરી લેજો

એક્સ્ટ્રા ઈન્કમ માટે ઘણાં લોકો પોતાનું ઘર અજાણ્યા લોકોને ભાડે આપી દેતા હોય છે. ઘણીવાર મકાન માલિક મકાન ભાડે આપતા પહેલાં કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખતા નથી. જેના કારણે પછી તેઓ જ મુશ્કેલીમાં મૂકાય છે. મકાન માલિકની એક ભૂલ તેને ભારે નુકસાન કરાવી શકે છે. જેમ કે તમે જે વ્યક્તિને ઘર ભાડે આપ્યું છે અને તેનું પોલીસ વેરિફિકેશન નથી કરાવ્યું અને સંબંધિત વ્યક્તિ ગુનેગાર નિકળ્યો તો કાયદાકીય શકંજામાં તમે પણ ફસાઈ શકો છો. જેથી આજે અમે તમને જણાવી રહ્યાં છે કે મકાન ભાડે આપતા પહેલાં શું ધ્યાન રાખવું.

કઈ વાતો ધ્યાન રાખવી જોઈએ

-મકાનને ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.

-ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન કરાવવું પણ જરૂરી છે.

-પોલીસ વેરિફિકેશનનો ફોર્મ સંબંધિત રાજ્યની પોલીસની વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે.

-ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન ન કરાવવાની સ્થિતિમાં મકાન માલિકને દંડ આપવો પડી શકે છે.

-મકાન માલિકને ભાડૂઆતના કામ અને તેની ઓફિસ વિશેની જાણકારી પણ રાખવી જરૂરી છે.

એક્સ્ટ્રા ઈન્કમ માટે જો તમે પણ ઘર ભાડે આપ્યું હોય તો જાણી લો આ બહુ જ જરૂરી નિયમો વિશે, 1 ભૂલ તમને પડી શકે છે ભારે

રેન્ટ એગ્રીમેન્ટ

-ઘર ભાડે આપતા પહેલાં મૌખિક ધોરણે ભાડા કરાર કરશો નહીં પરંતુ તેના માટે પ્રોપર નિયમ ફોલો કરો. આપણે ત્યાં રેન્ટ એગ્રીમેન્ટના પેપર 11 મહિના માટે બનાવવામાં આવે છે કારણ કે 12 મહિના અથવા તેનાથી વધુ સમય માટે રેન્ટ એગ્રીમેન્ટ કરાવવા પર ભાડું રાજ્ય સરકાર નક્કી કરે છે.

-રેન્ટ એગ્રીમેન્ટમાં સિક્યોરિટી ડિપોઝિટ, પેમેન્ટ સાઈકલ, ભાડું આપવાની છેલ્લી તારીખ, લેટ પેમેન્ટ પર દંડ, પ્રાણીઓથી જોડાયેલા નિયમ, ઘર ખાલી કરાવવા સંબંધી નિયમ અને ઘરનું ધ્યાન રાખવા સંબંધી નિયમોનો ઉલ્લેખ અવશ્ય કરો.

-આ સિવાય મકાન માલિક તરફથી ભાડૂઆતને કઈ-કઈ સુવિધાઓ આપવામાં આવી રહી છે એગ્રીમેન્ટમાં તેનો પણ સમાવેશ કરો.

-રેન્ટ એગ્રીમેન્ટમાં મકાન માલિક અને ભાડૂઆતનું નામ સ્પષ્ટ રીતે લખેલું હોવું જોઈએ, સાથે જ બંનેની સિગ્નેચર પણ કરેલી હોવી જોઈએ.

-આ સિવાય ભાડે અપાયેલી જગ્યા વિશે પણ લખેલું હોવું જોઈએ.

– જો ભાડાંમાં બિલ અને વિજળીના બિલની ચૂકવણી સામેલ નથી તો એગ્રીમેન્ટમાં તે પણ લખેલું હોવું જોઈએ.

-આ સાથે જ ઘરમાં લાગેલી લાઈટ્સ, પંખા અથવા બાકીનો સામાન ચેક કરી લેવો અને ભાડૂઆતને પણ તેની જાણ કરો. જેથી સામાન ખરાબ થવા પર મકાન માલિકને નુકસાન ભોગવવું પડે નહીં. બની શકે તો ઘર અને સામાનની તસ્વીર પણ લઈ લેવી.

-એકવાર રેન્ટ એગ્રીમેન્ટ પૂરું થવા પર નવું એગ્રીમેન્ટ તૈયાર કરતી વખતે મકાન માલિક ભાડાંમાં 10 ટકાનો વધારો કરી શકે છે.

-રેન્ટ એગ્રીમેન્ટ કરવા છતાં ભાડૂઆતને ઘર છોડતાં પહેલાં અથવા મકાન માલિક ઘર ખાલી કરાવે તે પહેલાં 1 મહિના પહેલાં નોટિસ આપવી જરૂરી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો