ખરતા વાળ અને ખોડાની સમસ્યા લસણના આ ઉપયોગથી માત્ર 1 અઠવાડિયામાં થશે દૂર, જાણો અને શેર કરો
આજકાલ દરેક લોકોને લાંબા અને ભરાવદાર વાળ જોઇએ છે. પરંતુ વધતા પ્રદુષણ, ગંદકી અને ખરાબ દિનચર્યાને કારણે લોકોને વાળને લગતી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાથી ખરતા વાળ, ખોડા જેની સમસ્યાથી લોકો પરેશામ રહે છે આ લોકો બજારમાં મળતી અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તેમા હાનિકારક રસાયણ હોય છે જે વાળને નુકસાન પહોંચાડે છે. જેથી અમે કેટલાક ઘરેલું ઉપચાર લઇને આવ્યા છીએ.
આ સમસ્યા દૂર કરવા માટે લસણનો ઉપયોગ કરવો બેસ્ટ માનવામાં આવે છે. લસણમાં એન્ટી -ઇંફલમેટરી, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ખોડાની સમસ્યામે ખતમ કરે છે અને સ્કેલ્પની અન્ય સમસ્યાઓ પર અસરકારક હોય છે.
ખોડો ફંગલ ઇન્ફેક્શનના કારણે થાય છે. લસણમાં એન્ટી-ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને ઇંફલેમેટરી ગુણ હોય છે. જે સ્કેલ્પ પર રહેલા સંક્રમણને સાફ કરે છે. તે સ્કેલ્પ પર હાઇડ્રેટ કરે છે અને સ્કેલ્પની ડ્રાયનેસ સમાપ્ત થાય છે.
– એલોવેરામાં બે ચમચી લસણની પેસ્ટ મિક્સ કરોલ અને તેને વાળ તેમજ સ્કેલ્પ પર લગાવો તેને 10-15 મિનિટ માટે વાળ પર રાખો અને પછી તેને ધોઇ લો.
– એક ચમચી લસણના રસમાં બે ચમચી સફરજનનું વિનેગર મિક્સ કરો આ મિશ્રણને વાળ અને સ્કેલ્પ પર 15 મિનિટ માટે લગાવો. તે બાદ માઇલ્ડ શેમ્પુથી બરાબર ધોઇ લો.
– 3 ચમચી લસણની પેસ્ટ સાથે બે ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટને વાળ અને સ્કેલ્પ પર લગાવો અને 10-15 મિનિટ માટે રાખી મૂકો. હવે વાળને માઇલ્ડ શેમ્પુથી ધોઇ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..