શિયાળામાં તમારી 7 તકલીફોને દૂર કરશે આદુ, જાણો તેને ઉપયોગ કરવાની રીત અને ફાયદા
આદુ એ શિયાળામાં ઘરઘરમાં વપરાતો મહત્વનો મસાલો છે, જે દરેક ખોરાકમાં નાખીને ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન ભરપૂર પ્રમાણમાં તાજું આદુ વાપરવું જોઈએ અને આદુ સૂકવીને પણ એટલું જ ઉપયોગી છે. શિયાળા દરમિયાન આવતા રેસા વગરના આદુને જો ધોઈને છાંયડે સૂકવી લેવામાં આવે તો પછી બારેમાસ તેને વાપરી શકાય છે. જેને આપણે ‘સૂંઠ’ તરીકે ઓળખીએ છીએ અને શિયાળા દરમિયાન ગુંદરપાક અથવા રાબમાં ભારોભાર નાખીને ઉપયોગમાં લઇએ છીએ અને આખું વર્ષ રોગો અને બીમારીઓથી બચી શકાય છે. આદુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે પણ આજે અમે તમને તેના કેટલાક ફાયદાઓ જણાવીશું.
આદુના કેટલાક ફાયદા
– શિયાળામાં રોજ સવારે નયણા કોઠે આદુનો રસ, લીંબુનો રસ અને ચપટી હળદર 1 ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને ખાવાથી ખાવાથી શરદી દૂર થઈ જાય છે.
-શિયાળા દરમિયાન જ્યારે ઠંડીને કારણે શરીરને વધુ કેલેરીની જરૂર પડે છે ત્યારે આદુ શરીરને ગરમાવો પૂરું પાડવાનું કામ કરે છે.
-જો અપચો, એસિડિટી, ગેસ થતાં હોય તો આદુનો ઉપયોગ ફાયદો કરી શકે છે. આદુને ક્રશ કરીને તેનો રસ લીંબુ સાથે લેવાથી ફાયદો થાય છે. તેમાં મધ ઉમેરી શકાય છે.
-આપણે દિવસ દરમિયાન જે ખોરાક ખાઈએ છીએ તેમાંનાં પોષકતત્વોને શરીરમાં પચાવવા માટે આદુ ઉપયોગી છે. જેથી ડાયટમાં તેને ચોક્કસ સામેલ કરો.
-વારંવાર થતી શરદીને દૂર કરવા માટે ખાસ કરીને શિયાળામાં થતા ‘સાયનસ’ને દૂર કરવા માટે આદુનો રસ ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. તમે આદુની ચા બનાવીને પણ રોજ પી શકો છો.
– ઘણી વખત અપચાને લીધે થતી ઊલટી અથવા ઊબકાને દૂર રાખવા સૂકું આદું ઉપયોગી રહે છે.
-મોટી ઉંમરે થતા સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવા આદુનો ઉપયોગ કરવો જોઈએ. આદુમાં એન્ટીઇન્ફ્લામેટરી પદાર્થ આવેલા છે, જે સોજા દૂર કરી કોઈ પણ દર્દને દૂર કરી શકે છે.