આ નાના-નાના ઘરેલુ ઉપાયોથી ઘાવ થઈ જશે ઝડપથી સાજા

જ્યારે આપણાં શરીર ઉપર કોઈ ઘાવ થાય છે તો શરીર તરત જ તેને ઠીક કરવાની પ્રક્રિયામાં લાગી જાય છે. રોજિંદા જીવનમાં નાની-મોટી ઈજાઓ કોઈને પણ થઈ શકે છે. જો તમારી ત્વચા કપાય જાય છે તો તે ઘાવને ખુલ્લું ન મૂકી તેની ઉપર મલમ લગાવવી તરત જ તેની સારવાર કરવી જોઈએ. ચાલો જાણીએ થોડાં એવા જ નુસ્ખાઓ જેનો ઉપયોગ કરી તમે નાના-મોટા ઘાવને તરત જ ઠીક કરી શકો છો

1. હળદર – હળદર એક એન્ટિસેપ્ટિક છે, જે શરીરમાં ચેપ ફેલાવતા રોકે છે. શરીરનો જે પણ ભાગ કપાય ગયો હોય ત્યાં તરત જ હળદરનો પાઉડર લગાવો જોઇએ. ઘાવ તરત જ ઠીક થઈ જશે.

2. મધ – જો ત્વચા કપાય ગઈ હોય અથવા તેની ઉપર ઘાવ થયો હોય તો ત્વચાને તરત જ સાફ પાણીથી ધોઈ તેની ઉપર મધનો લેપ લગાવવો. ત્વચા ઉપર સોજા આવ્યાં હોય તો તેને પણ મધ લગાવી સોજા ઉતારી શકાય છે.

3. લવંડર – આ હર્બલ ઘાવને વધવાથી રોકે છે અને ફંગલ ઇન્ફેક્શનને દૂર કરે છે.

4. ટી ટ્રી ઓઇલ – આ એક ખૂબ જ સારી એન્ટિબાયોટિક દવા છે, જે ઘાવને ખૂબ જ જલ્દી ભરી દે છે.

5. એલોવેરા – કોઈ ઘાવને તરત ઠીક કરવો હોય તો તેની ઉપર એલોવેરાનો રસ લગાવવો. ઘાવ જલ્દી ભરાય જશે.

6. સરકો – સરકો ભલે કપાય ગયેલી ત્વચા ઉપર થોડી બળતરાં આપે, પરંતુ આ ઘાવ ભરવામાં સહેજ પણ સમય લગાવતો નથી. તેનું એક ટીપું રૂમાં લઈ ઘાવ ઉપર લગાવવા પર ઘાવ જલ્દી ઠીક થઈ જાય છે.

7. ખાંડ – ખાંડ ઘાવમાંથી નીકળતા પાણીને જલ્દી જ શોષી લે છે અને ચેપને દૂર રાખે છે.

8. ટી બેગ – જો ઘાવમાંથી લોહી વહેતું હોય તો તેની ઉપર ટી બેગ લગાવી દો. તેનાથી ઘાવ જલ્દી ભરાય જશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો