એક જ પ્રકારનો ચેવડો બનાવીને કંટાળ્યા છો તો પેપર પૌંઆનો ચેવડો બનાવવા નોંધી લો એકદમ સહેલી રીત
દિવાળીના નાસ્તા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તમારા ઘરના નાસ્તો કંઈ અલગ હશે, તો જ મહેમાનોને ગમશે. ત્યારે દર વર્ષે એક જ પ્રકારનો ચેવડો બનાવીને કંટાળ્યા છો, તો ટ્રાય કરો પેપર પૌંઆનો ચેવડો. જોઈ લો બનાવવાની રેસિપી.
સામગ્રી
- ૧ કિલો – પેપર પૌઆ
- ૨૫૦ ગ્રામ – તેલ
- 100 ગ્રામ – દાળિયાની દાળ
- ૨૦૦ ગ્રામ – સીંગદાણા
- ૨ – ૩ – લીલા મરચાં
- ૧ ચપટી – હીંગ
- ૨ ચમચી લાલ મરચું
- ૧ ચમચી – હળદર
- ૧ ચપટી – બૂરું ખાંડ
- સ્વાદાનુસાર – મીઠું
- થોડોક લીમડો
બનાવવાની રીત
સૌ પ્રથમ પેપર પૌઆ કરકરા થાય એવા શેકી લો( પૌઆ ભાંગી નાં જાઇ તેનુ ધ્યાન રાખવું). હવે એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાઈ એટલે તેમાં હિંગ, લીમડો, ઝીણા સુધરેલા લીલાં મરચા નાખો. ત્યાર બાદ તેમાં સીંગદાણા નાખો. સીંગદાણા થોડા લાલ રંગ પર આવે એટલે તેમાં દાળિયાની દાળ નાખો. હવે શેકેલા પૌઆમાં લાલ મરચું પાવડર, હળદર, મીઠુ, બૂરું ખાંડ અને તેલ માં તળેલું બધુ પૌઆમાં મિક્સ કરી દો. (તેલ પણ એમાં જ ઉમેરી દેવાનું છે) હવે બધુ એક્દમ બરાબર મિક્સ કરી લો. તૈયાર છે પેપર પૌઆ નો ચેવડો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..