શિયાળામાં હેલ્ધી અને ટેસ્ટી મેથી પાક ખાવાથી શરીર રહેશે રોગમુક્ત, જાણો કેવી રીતે બનાવાય મેથી પાક.
મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે આ વાત દરેક લોકો જાણે છે. મેથી એક એવી વસ્તુ છે જેના સેવનથી તમે શરીરને રોગમુક્ત બનાવી શકો છો. મેથી ખાવામાં કડવી હોય છે પરંતુ તેને ફાયદા અઢળક હોય છે. ખાસ કરીને તેનો પાક બનાવવામાં આવે તો તે સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય શિયાળામાં હેલ્ધી અને ટેસ્ટી મેથી પાક.
સામગ્રી
- 1/4 કપ – મેથી પાઉડર
- 1/2 કપ – ઘઉંનો લોટ
- 1/2 કપ – ચણાનો લોટ
- 1 કપ – ખાંડ
- 50 ગ્રામ – બદામ (કતરન)
- 50 ગ્રામ – કાજૂ (કતરન)
- 50 ગ્રામ – પિસ્તા (કતરન)
- 1 ચમચી – હળદર
- 2 ચમચી – સૂંઠ પાઉડર
- 2 કપ – દૂધ ઉકળેલું
- 200 ગ્રામ – દેશી ઘી
- 1/2 કપ – ટેટીના બીજ
બનાવવાની રીત
સૌ પ્રથમ મેથી પાઉડરને દૂધમાં ઉમેરીને રાખો. હવે મીડિયમ આંચ પર એક કઢાઇમાં કાજૂ, પિસ્તા, બદામ, ઉમેરીને 5-6 મિનિટ સુધી રોસ્ટ કરી લો, તે બાદ ટેટીના બીજને શેકી લો. હવે પેનમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ ઉમેરો. તેમા ઉપરથી ઘી ઉમેરીને આછા બ્રાઉન રંગનો શેકીને ગેસની આંચ બંધ કરી લો. ગેસની આંચ બંધ કર્યા પછી પણ મિશ્રણને હલાવતા રહો જેથી તે ચોંટે નહિં, હવે લોટમાં સૂકા મેવા, બીજ, સૂંઠ, હળદર ઉમેરીને હાથથી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને અલગ વાસણમાં રાખી દો. હવે એક કઢાઇમાં બે ચમચી ઘી ઉમેરી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે મેથીની પેસ્ટ ઉમેરી લો.
હવે મેથીની પેસ્ટને ઠંડા પડેલા લોટમાં ઉમેરી લો. તે બાદ એક અલગ વાસણમાં ખાંડ અને અડધો કપ પાણી ઉમેરીને ચાસણી બનાવી લો. ત્યાર પછી ચાસણી બને એટલે તેમા લોટ, મેથીની પેસ્ટ ઉમેરીને હલાવો. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તે ચોંટે નહીં. હવે એક થાળી લો તેમા ઘી લગાવી લો. તૈયાર મિશ્રણને થાળીમાં ઉમેરીને સેટ કરી લો. એક-બે કલાક બાદ તે સેટ થઇ જાય એટલે તેને ચોરસ કટ કરી લો. તમે ઇચ્છો તો તેના લાડું પણ બનાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..