ઓવન તેમજ મેદાનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી આ રીતે બનાવો બિસ્કિટ, જાણો બનાવવાની સરળ રીત
બિસ્કીટ મેદાના લોટમાંથી બને છે. તેથી નાના બાળકો તે સરળતાથી પચાવી શકતા નથી. તેથી જ તો મમ્મીઓ પોતાના બાળકોને બિસ્કીટ આપવામાં અચકાતી હોય છે. જો કે, હવે ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમને તમને ઘઉંના લોટમાંથી બિસ્કીટ બનાવતા શીખવીશું અને તે પણ પ્રેશર કૂકરમાં…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સામગ્રી
- 1/2 કપ ઘઉંનો લોટ
- 1/2 કપ દળેલી ખાંડ
- 50 ગ્રામ બટર અથવા ઘી
- 2 ટે. સ્પૂન દૂધ
- 1 ટે . સ્પૂન બેકિંગ પાઉડર
- 0બે ચપટી મીઠું
બનાવવાની રીત
એક બાઉલમાં ઘઉંનો લોટ, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર, મીઠું તેમજ ઘી અથવા બટર લઈને હાથથી મિક્સ કરી લો. હવે તેમાં થોડું-થોડું દૂધ ઉમેરતાં જઈને રોટણીની કણક જેવી કણક બાંધી લો. કણક બંધાઈ જાય એટલે તેને ઢાંકીને 30 મિનિટનો રેસ્ટ આપો.
પાટલી પર થોડો લોટ ભભરાવીને તેના પર બાંધેલી કણકમાંથી રોટલો વણી લો. રોટલો ખૂબ ઝાડો કે ખૂબ પાતળો ન રાખવો. રોટલો વણાઈ જાય એટલે તેને જે શેપના બિસ્કિટ બનાવવા હોય તે શેપમાં કટ કરી લો.
તમારા કૂકરમાં ફિટ બેસી જાય તે સાઈઝની એલ્યુમિનિયમની પ્લેટ લો. તેને ઘીથી ગ્રીસ કરી લો. હવે તેમાં કટ કરેલા બિસ્કિટ થોડા છુટા-છુટા મૂકો.
હવે એક કૂકરમાં સ્ટેન્ડ મૂકી તેને 5 મિનિટ માટે ગરમ થવા દો. ત્યારબાદ બિસ્કિટ મૂકેલી પ્લેટને કૂકરની અંદર મૂકીને ઢાંકણ ઢાંકી દો. કૂકરમાંથી સીટી કાઢવાનું ભૂલશો નહીં. ગેસની ફ્લેમ મીડિયમ અથવા ધીમી રાખવી. 20 મિનિટ સુધી બિસ્કિટને બેક થવા દો. 20 મિનિટ બાદ બિસ્કિટ સરસ ક્રિસ્પી થઈ ગયા હશે. હવે ગેસ બંધ કરીને કૂકરનું ઢાંકણ ખોલી દો અને બિસ્કિટ બહાર કાઢી લો. તો તૈયાર છે ઓવન અને મેદાનો ઉપયોગ કર્યા વગર બનતા બિસ્કિટ..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..