આ છે સુરતનો અસલી ‘હીરો’ જેણે જીવ જોખમમાં મુકી બચાવ્યા બાળકોને
સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
જોકે, આ આગમાં 18થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવા સમયે આ વ્યક્તિ અસલી હિરો બન્યો હતો. જેણે બે વિદ્યાર્થીનીઓના જીવ બચાવ્યા હતા.
સુરતના આ અસલી હીરોએ પોતાનો જીવ જોખમમાં મુકી, આગથી બચવા બીજા માળેથી મોતની છલાંગ લગાવી રહેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો
આગની ઘટનામાં વિદ્યાર્થીઓના જીવ બચાવવાનો પ્રયાસ કરનાર આ હીરોનું નામ છે, કેતન નારણભાઈ જોરવાડીયા, જેણે બે લોકોના જીવ બચાવ્યા અને જીવ જોખમમાં બાળકોને બચાવવાનો પ્રયાસ કરતો રહ્યો..
સુરતના અસલી હીરો કેતને જણાવ્યું કે, આગ લાગવાની ઘટના સમયે મે જોયુ કે બાળકો બચવા કૂદકો લગાવી રહ્યા છે તો મે બીજા માળે જઈ તેમને બચાવવાની કોશિસ કરી. બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો.
ઉલ્લેખનીય છે કે, આગની આ ઘટનામાં 13થી વધુ વિદ્યાર્થીઓ આગમાં બળીને ખાખ થયા હતા. જ્યારે પોતાનો જીવ બચાવવા માટે રીત સરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા.એમાંથી 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. આમ કુલ મૃત્યુઆંક 20 પહોંચી ગયો છે.
પોતાના વ્હાલસોયા બાળકોના મોતના પગલે વાલીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કૂય ઓપરેશન હાથધરાયું હતું. ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ક્લાસીસમાંથી બાળકો નીચે કુદી ગયા
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંજવણ ભરી સ્થિતીમાં મુકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં. જેથી ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મિમેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.