ભારતીય સૈન્યની અનોખી પહેલ, શિક્ષક બનીને કાશ્મીરનાં ગુજ્જર અને બકરવાલ સમુદાયના બાળકોને આપી રહ્યાં છે પ્રાથમિક શિક્ષણ

સૈન્યનું કામ માત્ર સરહદ મોરચે લડવાનું નથી હોતું. પરંતુ દેશની અંદર પણ અનેક મોરચે તેને બાથ ભીડવાની હોય છે. વાત માળખાગત સુવિધાના પુનર્નિર્માણની હોય કે પછી જાનમાલની રક્ષા કરવાની વાત હોય કે પછી રાહત અને સારવારની વાત હોય. દેશના સૈન્યના જાંબાજ જવાનો દેશની સરહદો પર અને અને સરહદ બહાર અનેક મોરચે લડતા હોય છે. ત્યારે ભારતીય સૈન્યના વધુ એક માનવતાવાદી ચહેરાના દર્શન થયા છે.

અહીં શાળા જરૂર ચાલી રહી છે અને આર્મીના જવાનો ભણાવી પણ રહ્યાં છે પરંતુ આ શાળા કોઈ સૈનિક વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ ખાસ વિદ્યાર્થીઓ માટે છે. તમને થશે કે વળી એવા તો કયા ખાસ વિદ્યાર્થી કે જેમને ભણાવવા માટે આર્મીના જવાનોને જહેમત ઊઠાવવી પડે. તે બાળકો ક્યારેક જ આવી શાળાના મહેમાન બને છે. ત્યારે એમ કહેવાય કે તે આવે પછી જ આવી શાળા ખૂલે છે.

અહીં આપણે વાત કરીએ છીએ સૌથી ઊંચાઈએ પશુઓ ચરાવતા એ જમ્મુ કાશ્મીરનાં પશુપાલકો અને તેમના બાળકોની. જમ્મુ-કશ્મીરનાં ગુજ્જર અને બકરવાલ જેવા સ્થળાંતરિત સમુદાયના બાળકોની ચિંતા ભારતીય આર્મીએ કરી છે. ભારતીય આર્મીની પુંછ બ્રિગેડની 40મી આરઆર યુનિટે આવા સ્થળાંતરિત સમુદાયના બાળકોને શિક્ષણ આપવાની માનવતાવાદી પહેલ કરી છે. આર્મીના જવાનો આ બાળકોને પ્રાથમિક શિક્ષણના પાઠ શીખવી રહ્યાં છે. એટલું જ નહીં જવાનો બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરે છે. બાળકોને ભણવાની, જમવાની અને રમવાની સગવડ સૈનિકોના સાનિધ્યમાં મળી રહે છે. જેનાથી બાળકો ખૂબ ખુશ છે.

ભારતીય સૈનિકો જ્યાં આ બાળકોને અભ્યાસ કરાવી રહ્યાં છે તે વિસ્તાર જમ્મુ-કાશ્મીરના પુંછનો ડોક વિસ્તાર છે. અહીંથી 22 કિલોમીટર દૂર પાછળના જંગલમાં નીચેની તરફ બકરવાલ અને ગુજ્જર પશુપાલકોનું કાયમી આશ્રય સ્થાન છે. પરંતુ ઉનાળામાં તેઓ પશુપાલન અર્થે આટલી ઊંચાઈએ સ્થળાંતરિત થઈ જાય છે. વળી ત્યાં જંગલમાં આજ કાલ શાળામાં રજાઓ છે. એટલે તેમના બાળકો પણ વાલીઓ સાથે જંગલમાં ઉપરની તરફ આવી જાય છે. સ્થળાંતરિત થઈને આવેલા પશુપાલકોને અહીં પશુઓ માટે પુષ્કળ ઘાસચારો તો મળી જાય છે પરંતુ આટલો સમય તેમના બાળકોનો અભ્યાસ બગડે છે. જો કે તેમના બાળકોના અભ્યાસની જવાબદારી અહીં તૈનાત ભારતીય સૈનિકોએ ઉપાડી લીધી છે.

અહીં સૈનિકો મોબાઈલ સ્કૂલ દ્વારા આવા બાળકોને અભ્યાસ કરાવી રહ્યાં છે. સૈનિકો બાળકો પાઠ્યપુસ્તકો આપે છે. તેમને ભણાવે છે અને ભોજન પણ કરાવે છે. વળી તેમનામાં ખેલદિલીની ભાવના જગાડવા તેમને રમત પણ રમાડે છે. પશુપાલકોના બાળકોના અભ્યાસ માટે આર્મીના જવાનોની આ પહેલથી સ્થળાંતરિત પશુપાલકો ભારતીય જવાનો પ્રત્યે ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. મોબાઈલ શાળા દ્વારા વિચરતા અને સ્થળાંતરિત સમુદાયોના બાળકો માટે ચિંતા કરતા ભારતયી સૈન્યની આ પહેલ માત્ર શિક્ષણના યોગદાનના અર્થમાં જોવી ન જોઈએ. આ પણ એક પ્રકારનું યુદ્ધ જ છે અને એ છે ભારતને અખંડ રાખવાનું અને તેના દરેક નાગરિકને સમાન તક આપવાનું. જેને આ બાળકો સૈન્યના જયજયકાર સાથે વધાવી રહ્યાં છે.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો