ગુજરાતમાં રૂ.100 કરોડના ખર્ચે અહીં બનશે ‘રામ મંદિર’, રઘુવંશી સમાજ દ્વારા 40 એકર જગ્યામાં રામ મંદિર બનાવાશે

સમસ્ત ગુજરાતના રઘુવંશી સમાજ દ્વારા ચોટીલા હાઈવે પર રૂપિયા 100 કરોડના ખર્ચે 40 એકરમાં રામધામ બનાવવાનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત ૩ દિવસીય યજ્ઞ અને મહા સંમેલન યોજાયુ હતુ.

રામ મહાયજ્ઞ અને રઘુવંશી સમાજનું સંમેલન યોજાયું
રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીએ ચાર વર્ષ પહેલા રઘુવંશી સમાજ દ્વારા રામધામ બનાવવાનો વિચાર આવ્યો હતો. સમગ્ર રાજયમાં સતત ચાર વર્ષ સુધી તેના માટે જગ્યા જોઈ અંતે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાલીડા ગામ પાસે મંદિર બનાવવાનું આયોજન હાથ ધરાયુ છે. આ અનુસંધાને જાલીડા ગામ પાસે હાઈવે પર ત્રણ દિવસીય રામ મહાયજ્ઞ અને રઘુવંશી સમાજનું સંમેલન યોજાયુ હતુ.

રામ મંદિરની ડિઝાઈનથી આ મંદીર બનાવવામાં આવશે
જેમાં હરીચરણ દાસબાપુ, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય જયોત્સનાબેન સહીત રઘુવંશી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદીર 40 એકરની જગ્યામાં રૂપિયા 100 કરોડના ખર્ચે આકાર પામશે. તથા મંદીરમાં હોસ્પિટલ, શિક્ષણ છાત્રાલય, ભોજનાલય, ગૌશાળા સહીત સામાજીક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. તેમજ અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિરની ડિઝાઈનથી આ મંદીર બનાવવામાં આવનાર હોવાનું આયોજકોએ જણાવ્યુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો