સુરતમાં ભાદરવી બીજના દિવસે જ રામદેવપીરના મંદિરનું ડિમોલિશન થયું, પૂજારી ધ્રુસકે ધ્રુસકે રડ્યા, ભક્તોમાં ભારે રોષ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીની આસપાસ જાહેર માર્ગો ઉપર દબાણ દૂર કરવાની કામગીરી સુરત કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કેટલાક જગ્યા ઉપર અતિક્રમણ થયું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. તેને લઈને છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવા માટે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો હતો. આખરે આજે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજના દિવસે જ રોડની વચ્ચે આવેલા રામદેવપીર મંદિરને દૂર કરવામાં આવ્યું હતું. જેથી પુજારી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

બીજ હોવા છતાં મંદિરનું ડિમોલિશન થતા ભક્તોમાં ભારે રોષ
બીજના દિવસે વિશેષ કરીને રામાપીરના ભક્તો મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આવે છે. સવારે ભક્તો મંદિરે પહોંચ્યા હતા તે અરસામાં જ કોર્પોરેશનની ટીમ મંદિરની નજીક પહોંચી ને ડિમોલિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. બીજ હોવા છતાં પણ રામદેવપીરના મંદિરનું ડિમોલિશન થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંદિરના પૂજારી પણ ધ્રુસકે ધ્રુસકે રડતા દેખાયા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓનો વિરોધ
મંદિરનો ડિમોલુશન પ્રક્રિયા હાથ ધરતા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. માત્ર ત્રણ દિવસની શોર્ટ નોટિસમાં આ પ્રકારે મંદિરનું ડિમોલિશન કરવું વ્યાજબી ન હોવાની વાત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ કરી હતી. વિરોધ કરવા ગયેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ચાર જેટલા કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા.

મંદિર માટે વૈકલ્પિક જમીન આપવા માંગ
વિશ્વ હિન્દુ પરિષદના સુરતના મંત્રી કમલેશ કયાડાએ જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા મંદિરના ડિમોલિશનની કામગીરીને અમે વખોડીએ છીએ. માત્ર ત્રણ દિવસની નોટિસ આપીને બીજના દિવસે રામાપીરનુ મંદિર દૂર કરતાં ખૂબ જ નારાજ ગઈ છે. કોર્પોરેશન દ્વારા મંદિર માટે વેકલ્પિક જમીન આપવી જોઈએ. જો જમીન ફાળવવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો