‘દિકરીઓ છે અનમોલ’ આપણે દિકરીઓ પર ગર્વ કરવો જોઇએ, 19 વર્ષની દિકરીએ પિતાનો જીવ બચાવવા માટે આપ્યુ પોતાનુ લિવર

આ છોકરી કોલકત્તાની રહેવાસી છે અને એનું નામ રાખી દત્તા છે. રાખીના પિતાજીને લીવરની બિમારી હતી. ડોકટરોએ યોગ્ય તપાસ બાદ જણાવ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. રાખી એના પિતાને લઈને બીજા ઘણા ડોકટરોને મળી બધેથી સરખો જ જવાબ હતો કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે.

પોતાનું લીવર આપે એવો દાતા ક્યાં શોધવા જવો ? કોઈ મૃત વ્યક્તિના અંગદાનથી લીવર મળી શકે પણ એમાં તો બહુ લાંબી પ્રતિક્ષાયાદી હોય અને એટલો લાંબો સમય રાહ જોઈ શકાય એમાં નહોતી. કોલેજમાં અભ્યાસ કરતી માત્ર ૧૯ વર્ષની આ દીકરી એના પિતાને પોતાનું લીવર દાનમાં આપવા તૈયાર થઇ.

પોતાની બહેન સાથે રાખી દત્તા પિતાજીને લઈને હૈદરાબાદની AIG હોસ્પિટલ પહોંચી. આ દીકરીએ પોતાના ભવિષ્યનો કોઈ વિચાર કર્યા વગર એનું ૬૫% લીવર પિતાને દાનમાં આપી દીધું. પિતાનો જીવ બચાવવા માટે આ છોકરીએ પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો.

પ્રથમ દ્રષ્ટિએ બેહુદો લાગતો આ ફોટો, વાત જાણ્યા પછી કેવો મનમોહક લાગે છે !

કોલકાતાની એક 19 વર્ષની દિકરીએ પોતાના લિવરનો 65% ભાગ પિતાને દાન કરી દીધો છે, જે ગંભીર લિવરની બિમારીથી પીડાઇ રહ્યા હતા. આ પછી યુવતીના આ કામની ખૂબ જ પ્રશંસા થઇ રહી છે. સોશ્યલ મીડિયા પર હાલમાં આ ફોટો વાયરલ થઇ રહ્યો છે.

બિઝનેસમેન હર્ષ ગોયનેકાએ ટ્વિટર પર બંને પિતા અને દિકરીનો ફોટો શૅર કરતા લખ્યુ કે, ”19 વર્ષની રાખી દત્તાએ પોતાના પિતાને લિવરનો 65% ભાગ દાન આપ્યો છે. રાખીએ નિશાન, દુખાવો અથવા ભવિષ્યમાં કોઇ પણ પ્રકારની તકલીફ વિશે વિચાર્યા વગર આ નિર્ણય લીધો છે.”

ટ્વીટમાં આગળ લખ્યુ કે, ”એક દિકરી પોતાના પિતા માટે ખૂબ જ ખાસ હોય છે. જે દિકરીઓને નકામી સમજે છે તેમના માટે આ જવાબ છે.” તેમના દ્વારા શૅર કરવામાં આવેલી ફોટોઝ સતત લોકો લાઇક્સ કરી રહ્યા છે અને સાથે સાથે શૅર પણ કરી રહ્યા છે.

આ પોસ્ટ જોઇને યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. લોકોએ તેમના સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે. એક દિકરાના આવા નિર્ણયથી પ્રંશસા કરીને લોકોને તેને સારા ભવિષ્ય માટે શુભકામના પાઠવી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ છે કે ”દિકરીઓ અનમોલ હોય છે.” તો બીજા યૂઝરે લખ્યુ કે, ”આ સન્માનની વાત છે કે, આપણે દિકરીઓ પર ગર્વ કરવો જોઇએ.”

Source ~ Shailesh Sagpariya

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો