રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ અને પોલીસ દ્વારા અવિરત સેવાની સરવાણી, રોજ 36000થી વધારે લોકો માટે બનાવે છે ભોજન, 21 રસોડા, 300 લોકેશન, 16 રૂટ પર જમવાનું અપાય છે
કોરોના સામેની જંગમાં સૌ કોઇ પોતાની રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કદાચ ગુજરાતનું સૌથી મોટું રસોડું ચલાવવામાં આવી રહ્યુ છે. બોલબાલા દ્નારા રેસકોર્ષ ખાતે આવેલા પોલીસ કોમ્યુનિટી હોલમાં દરરોજ 36000થી વધારે લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ સિસ્ટમ દ્વારા લોકોને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટનાકુલ 21 રસોડા, 100 વાહનો, 250 કાર્યકર્તાઓ, 36000 ટિફિન, 300 લોકેશન અને 16 રૂટ પર ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં પણ ભોજન પહોંચાડવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો બોલબાલામાં ફોન કરે છે અને ત્યારબાદ બોલબાલા ટ્રસ્ટ દ્વારા તેને ભોજન પહોંચાડવામાં આવે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
રાજકોટ શહેર પોલીસ તરફથી તમામ પ્રકારનો સહયોગ મળ્યો
બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં લોકડાઉનના પહેલા દિવસથી જ અનેકવિધ સેવાકીય સંસ્થાઓ અનેક રીતે સેવા કાર્ય કરી રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પણ અનોખો સેવાયજ્ઞ લોકડાઉનના પહેલા દિવસથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સેવાકીય સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી દરરોજ 30 હજાર જેટલા જરૂરિયાતમંદોને જમાડવાની સેવાનો મહાયજ્ઞ કરી રહ્યા છે. રાજકોટ શહેરના બોલબાલા ટ્રસ્ટની જો વાત કરવામાં આવે આવે તો 36 હજાર જેટલા લોકોની જઠરાગ્નિ ઠારે છે. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટને રાજકોટ શહેર પોલીસ તરફથી તમામ પ્રકારનો સહયોગ મળ્યો છે.
દાતાઓની મદદ મળે કે ના મળે બોલબાલા ટ્રસ્ટ અવિરત સેવા કરી રહ્યું છે
સાથે જ અનેકવિધ દાતાઓની પણ તેમને મદદ મળે કે ના મળે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક જયેશભાઇ ઉપાધ્યાય ગરીબો માટે હર હંમેશ કોઈ પણ કટોકટીના સમયમાં ખડેપગે હોય છે .બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર ફોન આવતાની સાથે જ જરૂરિયાતમંદોને ટિફિન પહોંચાડી દેવામાં આવે છે. દાતાઓના સહયોગથી 36 હજાર લોકોને 250 જેટલા કાર્યકરો દ્વારા 100 જેટલા વાહનો મારફત જમવાનું પહોંચાડવામાં આવે છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એકલા રહેતા અશક્ત વ્યક્તિઓને દવા, કરિયાણું અને જમવાનું આ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..