રાજકોટમાં મહિલા પોલીસ પણ સુરક્ષિત નથી? ‘મારી સાથે વાત કર નહીં તો સ્ટાફ અને સમાજમાં બદનામ કરી દઈશ’, મહિલા પોલીસને સાથી કોન્સેટબલની ધમકી

રાજકોટ શહેર પોલીસની માથે જાણે પનોતી બેસી હોય તેમ એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે જેમાં શહેર પોલીસની શાખ પર બટ્ટો વાગી રહ્યો છે. તેમાં પણ આ ઘટનામાં તો મહિલા પોલીસ પોતે જ પીડિત હોઈ અવો સવાલ ઉભો થાય છે કે તો પછી સામાન્ય મહિલાની સુરક્ષાનું શું?

રાજકોટઃ કરોડોના કટકીકાંડમાં શહેર પોલીસના સુકાની તેવા કમિશનરનું નામ ઉછળ્યા પછી રાજકોટ પોલીસ એક તરફ પોતાની ઈમેજ સુધારવા જમીન આસમાન એક કરી રહી છે, બીજી તરફ એક એવી ઘટના સામે આવી છે જેને લઈને પોલીસ બેડામાં જ નહીં પણ સામાન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે કે જો રાજકોટમાં મહિલા પોલીસ કર્મચારી જ સુરક્ષિત ન રહી શકતી હોય તો સામાન્ય છોકરીઓ અને સ્ત્રીઓની સુરક્ષાનું શું? રંગીલા રાજકોટમાં ગુનાખોરીનાં નવા નવા કિસ્સા સામે આવી રહ્યા છે. તેવામાં પોલીસ તંત્રને ફરી એકવાર શરમતજનક સ્થિતિમાં મૂકતા આ કિસ્સામાં સાથી કર્મચારી દ્વારા મહિલા પોલીસકર્મીની હેરાનગતી થયાની વિગતો બહાર આવી છે. જેમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને તેની સાથે ફરજ બજાવતો કોન્સ્ટેબલ જાતીય સતામણી કરી બદનામ કરવાની ધમકી આપતો હતો. આરોપીનું નામ રાશિદ બસીર શેખ છે. જે પોતે કોન્સ્ટેબલ છે. અને તાબે ન થાય તો પિડિત ટ્રાફિક કોન્સ્ટેબલ મહિલાને બદનામ કરવાની ધમકીઓ આપતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

એ ડિવિઝન પોલીસમથકના પીઆઇ સી.જી.જોશીએ જણાવ્યું કે, ગત મંગળવારે રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતા અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના બનાવમાં અગાઉ કોન્સ.રાશિદ સંડોવાયો હોય તેમજ તેને મહિલા કોન્સ્ટેબલને ગળાટૂંપો આપ્યો કે આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસ લાઇનમાં ચર્ચાઓ શરૂ થઇ હતી.

મહિલા કોન્સ્ટેબલના જણાવ્યા મુજબ, તે અને રાશિદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હોય બંને વચ્ચે પરિચય હોય રાશિદે કચેરીમાંથી જ પોતાના મોબાઇલ નંબર મેળવ્યા હતા. બાદમાં તે અવારનવાર પોતાને રિંગ કરી તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો. એટલું જ નહિ વીડિયો કોલમાં પણ તે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. એક વખત રાશિદે પોતાને ઊભી રાખી જો તું મારી સાથે વાત નહિ કરે તો તારા પરિવારને બધી વાત કરી સ્ટાફમાં તેમજ સમાજમાં બદનામ કરી મારી નાંખવાની અને ચારિત્રહીનતાનું આળ મૂકી બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી. બે દિવસ પહેલા બનેલા બનાવની ટ્રાફિક એસીપીને જાણ થતા તુરંત કોન્સ્ટેબલ રાશિદ શેખની ટ્રાફિક શાખામાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવાઇ હતી. મહિલા કોન્સ્ટેબલના નિવેદન બાદ કોન્સ્ટેબલ રાશિદ શેખ સામે ગુનો નોંધી સકંજામાં લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો