રાજકોટમાં 51 વર્ષના ઢગાએ પોતાની દીકરી જેવડી છોકરીને દુકાનનું શટર પાડીને બાથમાં પકડી લીધી. પોલીસે ફરિયાદ થતાં જ બરાબરનો પાઠ ભણાવ્યો
રાજકોટ શહેરમાં પોશ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પરથી બેશરમીની હદ વટાવતો ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. પ્રોવિઝન સ્ટોરમાં ખીરુ લેવા ગયેલી પંદર વર્ષીય સગીરાને દુકાનના માલિકે તું કેમ રેગ્યુલર બેસવા નથી આવતી કહી અડપલા કરી બીભત્સ માંગણી કરી હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 354(ક) તેમજ પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસે પણ પોતાની પૌત્રીની ઉંમરની દીકરી સાથે શારીરિક અડપલા કરનારને કાયદાનું ભાન કરાવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે મારી સગીર વયની પુત્રી ઘર નજીક નાણાવટી ચોકમાં સદગુરુ કોમ્પ્લેક્સમાં પટેલ પ્રોવિઝન સ્ટોરમાં ઢોસા બનાવવાનું ખીરું લેવા ગઈ હતી અને ત્યાંથી ખીરું લીધા વગર જ રડતા રડતા ઘરે પરત આવતા મેં તેને ફરી ખીરું લેવા મોકલી હતી પરંતુ મારી દીકરી દુકાને જવા તૈયાર ન હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરી હેબતાઈ જતા મેં તેનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે- તે અંકલ ખરાબ છે. જયારે મારુ પુત્રી ખીરું લેવા ગઈ ત્યારે પટેલ પ્રોવિઝન સ્ટોરના માલિક રિપલ મગનભાઈ શોભાશણા (ઉ.વ.51)એ મારી દીકરીને ‘તું હમણાં રેગ્યુલર અહીંયા બેસવા કેમ આવતી નથી આવતી’ કહીને તેણીને દુકાનની અંદર ખેંચી દુકાનનું શટર બંધ કરીને CCTV બંધ કરી દીધા હતા.
મહિલાએ આરોપ મુકતાં કહ્યું હતું કે દુકાનદાર આધેડે મારી પુત્રીને બથ ભરીને શારીરિક અડપલાં કર્યા હતા. અ અંગે પરિવારને તમામ હકીકત જણાવ્યા બાદ માતા-પિતાએ પુત્રીને લઇને તુરંત જ યુનિવર્સિટી પોલીસ મથક પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં 51 વર્ષના ઢગા રિપલ પટેલ સામે ફરિયાદ નોંધીને રાત્રે જ તેની ધરપકડ કરી હતી.
આરોપી શખ્સે પોતાને પણ બં સંતાનોમાં એક દીકરી છે જે સગીરા જેટલી જ ઉંમરની છે. ત્યારે દુકાને આવેલી સગીરા સાથે અડપલાં કરતાં આરોપીને એટલો પણ વિચાર નહીં આવ્યો હોય કે આ સગીરા તેની દીકરી જેવડી છે તો પોતે શું કરી રહ્યો છે. જોકે પોલીસની ક્વિક એક્શનથી હલકી માનસિકતા ધરાવતા આધેડને પાઠ જરુર ભણાવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..