ગોંડલમાં પ્રેમ પ્રકરણનો આવ્યો કરૂણ અંત: બહેનને ભગાડી જનારા પાડોશી યુવકને સમજાવીને ઘરે બોલાવી મોતને ઘાટ ઉતાર્યો

ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવેલા પંચપીરની ધાર પાસે બુધવારે બપોરે એક યુવાનને મુસ્લિમ પરિવારે પથ્થર તથા છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાની તપાસમાં રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચે તપાસના ચક્રો ગતિમાન કરી સમીર ફિરોઝ શામદાર તથા તેના બે ભાઇઓને ઉઠાવી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, જેની હત્યા થઈ છે, તે સુનિલ નામનો યુવક 4-5 દિવસ પહેલા પાડોશી ફિરોઝ શામદારની સગીર દીકરીને ભગાડીને લઈ ગયો હતો. આ બન્ને અમદાવાદ હોવાની બાતમી મળતા સગીરાનો પરિવાર અમદાવાદ પહોંચ્યો હતો અને બન્નેને સમજાવીને ગોંડલ લઈ આવ્યો હતો.

અહીં પંચપીરની ધારે તેમના રહેઠાણ નજીક સગીરાના પરિવારે રંગ બદલ્યો હતો અને પથ્થરો અને છરી સહિતના ઘાતક હથિયારોથી સુનિલ પર તૂટી પડ્યો હતો. જેના કારણે સુનિલનું મોત નીપજ્યું હતું. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસની ટીમે હત્યાના 3 આરોપીઓને જામવાડી ચોકડી ખાતેથી ઝડપી પાડ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો