રાજકોટમાં લુખ્ખાઓના આતંકનો વિડિયો વાયરલ, કાર બાદ ચાલુ એક્ટીવાએ સળગતા ફટાકડા રોડ પર ફેંક્યા

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં હાલ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરમાં કેટલાક આવારા તત્વો બેફામ બન્યા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. ગત અઠવાડિયે જ એસ્ટ્રોન ચોક વિસ્તારમાં અલ્ટો કારમાં નીકળેલા બે યુવાનોની ધરપકડ એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અલ્ટો કારમાં સવાર યુવકોએ ચાલુ કારમાંથી ફટાકડા સળગાવી રસ્તા પર ફેંક્યા હોવાના દ્રશ્યો જાગૃત વ્યક્તિ એ મોબાઇલ ફોનમાં કેદ કર્યા હતા.

જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video on social media) થતાં એ ડિવિઝન પોલીસ દ્વારા કાર માલિક તેમજ કારમાં સવાર તેના મિત્ર ની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ નાસ્તો કરીને એસ્ટ્રોન ચોક તરફ જતા હતા ત્યારે આ પ્રકારનો ગુનાહિત કૃત્ય આચર્યા નું કબૂલ્યું હતું.

ત્યારે આજ પ્રકારની ઘટના સાથે સામ્યતા દર્શાવતો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ઓવર બ્રિજ પર ટુ વ્હીલ પર સવાર યુવાનને ચાલુ વાહને રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા.

તેમજ ચાલુ વાહને આકાશમાં ફટાકડા ફેકી સોશિયલ મીડિયામાં હેપ્પી દિવાળી પર લખ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનાર યુવાનની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર નિલ તન્ના નામના યુવાનના એકાઉન્ટ પર આ પ્રકારનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. ત્યારે વાયરલ વિડીયો માં રહેલ યુવાન કોણ છે? તેમજ વિડિયો કોને ઉતાર્યો છે? તેમજ ફટાકડા કોના દ્વારા ફોડવામાં આવ્યા છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર રાત્રીના એક વાગ્યા બાદ જાહેર રસ્તા પર ઓવરબ્રિજ ખાતે યુવાનો ટુ વ્હીલર પર સવાર થઈને નીકળ્યા હતા. ત્યારબાદ તેમને આ પ્રકારે ફટાકડા પણ ફોડયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો