રાજકોટ: ગુંદાળા ચોકડી પર આવેલા ઓવરબ્રિજનો ખાડો બન્યો જીવલેણ, આશાસ્પદ યુવાનનું મોત પરિવાર શોકમગ્ન
ગોંડલ નેશનલ હાઈવે (Gondal National highway) ગુંદાળા ચોકડી પર આવેલા ઓવરબ્રિજમાં મોટાં મોટાં ખાડા પડ્યાં છે. અહીં તંત્રની લાપરવાહીને કારણે ચોરડી ગામ (Chordi village)ના આશાસ્પદ યુવાનનું બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું છે. દીકરાના મોતથી પરિવાર શોકમગ્ન બન્યો છે. ગોંડલ તાલુકાના ચોરડી ગામે રહેતા કુલદીપસિહ મહાવીરસિંહ ઝાલા, ઉં.વ. 25) (Kuldeepsinh Zala) રવિવારે મોડી રાત્રે બાઇક પર ઉમવાડાથી ચોરડી જઇ રહ્યા હતાં.
આ સમયે ગુંદાળા ચોકડીના ઓવરબ્રિજ પર પડેલા ખાડાને પગલે બાઇક ફંગોળાઈ હતી અને ડિવાઇડર સાથે અથડાતાં યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે યુવકનુ મૃત્યુ થયું હતું. મૃતક કુલદીપસિહ પરિણીત હતાં તથા બે ભાઇઓમાં મોટાં હતાં. તેઓ ચોરડીમાં કરિયાણાની દુકાન ચલાવતાં હતાં. પરિવારનાં આધારસ્તંભ સમા પુત્રનું અકાળે અવસાન થતાં પરિવાર હતપ્રત બન્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર અસંખ્ય ખાડા
ચોમાસામાં નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ સહિતના સર્વિસ રોડ પર પણ ઠેર ઠેર ગાબડાં પડ્યાં છે. અહીં છાશવારે અનેક અકસ્માતો સર્જાય છે. શાપર પાસે સર્વિસ રોડ પર અનેક ખાડાઓ પડ્યા છે. ગોંડલથી રાજકોટ નૅશનલ હાઇવે પર આવેલ રીબડા ગામ પાસે નાના મોટા ગાબડા પડ્યા છે. જ્યારે ગોંડલથી જેતપુર જતા ચોરડી ગામની ગોળાઈમાં ગાબડાને લઈને અનેક અકસ્માત સર્જાયેલા જોવા મળ્યા છે.
હાઇવે પર લાઈટો માટે થાંભલા ઊભા કર્યા છે, પરંતુ અનેક વખત લાઈટો બંધ હોવાને પગલે અકસ્માત સર્જાયા છે. તેમાં પણ ચોમાસામાં આ રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. અવારનવાર અકસ્માત થતા હોય છે ત્યારે હાઇવે ઓથોરિટી સત્વરે કામગીરી કરીને આ ખાડાઓમાં પૂરાણ કરે તે જરૂરી છે.
મોરબીમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મોત
મોરબી (Morbi) ઉદ્યોગના હરણફાળ વિકાસની સાથે સાથે અકસ્માત ઝોન (Accident zone)બની ગયું છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં મોડી બુધવારે સાંજે મોરબી તાલુકાના ટિબડીના પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત (Morbi Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નિપજતા (Five people died in accident) મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે ટિબડી રોડ રક્તરંજીત બન્યો છે. આ બનાવને પગલે મોરબી એસ.પી. સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, મોરબી તાલુકા પી.આઇ. એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..