શિવાજી વિશે અભદ્ર ટીપ્પણી કરવાનર અને ‘હિન્દુઓ ભાગી જાવ’ કહેનાર રાજકોટનો વિધર્મી વકીલ ‘પાકિસ્તાન પ્રેમી’ નીકળ્યો!
તાજેતરમાં ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ કોઇપણ જ્ઞાતિ કે ધર્મ વિષે સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી નહી કરવા પોલીસે અપીલ કરી છે. આમ છતાં રાજકોટના મુંજકા નજીક હાઉશિંગ ટાઉનશીપમાં રહેલા વિધર્મી વકીલ દ્વારા શિવાજી અને હિન્દુઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવતા, પોલીસે તેની ધરપકડ કરી હતી. વિધર્મી વકીલની પૂછપરછમાં તેનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મુંજકા નજીક આવાસમાં રહેતા મુસ્લિમ જ્ઞાતિના વકીલે વોટ્સઅપ ગ્રુપમાં શિવાજીને લૂંટારા કહી, ગણપતિનું તોરણ-ફ્રેમ તોડી નાખી હિંદુઓ ભાગી જાવ તેમ કહી છરીથી ધમાલ મચાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.
પોલીસે ઝડપી પાડેલ વિધર્મી વકીલ સોહિલ મોર પાકિસ્તાની મૌલવીઓના વીડિયો જોતો હતો. આટલું જ નહીં, તે ધાર્મિક સાહિત્યનું પણ ખૂબ જ વાંચન કરતો હતો. સોહિલ પાકિસ્તાની વેબસાઈટ સર્ચ કરવા ઉપરાંત કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોના પ્રભાવમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ટાઉનશીપમાં જય શ્રી રામના નારા લાગ્યા
રાજકોટમાં મુંજકા ખાતે આવેલી હાઉસિંગ બોર્ડની ટાઉનશિપમાં વિધર્મી દ્વારા શિવાજીને લઈને કરવામાં આવેલી વાંધાજનક કોમેન્ટ મામલે આરોપીનું ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસની ટીમો આરોપીને લઈને ટાઉનશીપમાં પહોંચતા જ “જય શ્રી રામ” અને “હિન્દુસ્તાન જિંદાબાદ” ના નારા લાગ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા મુંજકા ખાતેની શ્યામા પ્રસાદ મુખરજી ટાઉનશિપના વ્હોટ્સઅપ ગ્રુપમાં સોહેલ મોર નામના વ્યક્તિ દ્વારા શિવાજીને લૂંટારુ તરીકે સંબોધવામાં આવ્યા હતા. જેનો વિરોધ ટાઉનશીપના લોકોએ કરતા આ શખ્સે છરી લઈને દોડ લગાવી હતી. આટલું જ નહીં, આ ફ્લેટની બહાર રહેલી ગણપતિની પ્રતિમા અને તોરણને નુકસાન પહોંચાડ્યું હતું.
આ સાથે જ હિન્દુ દેવી-દેવતા વિશે અભદ્ર કોમેન્ટ કરી સોસાયટી હવે પાકિસ્તાન થઈ ગઈ છે તેમ કહીને તમામ હિન્દુઓને અહીંથી ચાલ્યા જવાની ધમકી ઉચ્ચારી હતી. આ ઘટનાને લઇને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ દાખલ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે પોલીસ ઉપર પણ આરોપીએ હુમલો કર્યો હતો
આજે ટાઉનશીપ ખાતે આરોપીને લઇને પોલીસ પહોંચી હતી, ત્યારે પણ મામલો ઉગ્ર બન્યો હતો. ટાઉનશીપના રહેવાસીઓએ આરોપીને સખતમાં સખત સજા કરવા અને કટ્ટરવાદી માનસિકતાના મૂળ માં કોણ છે? તેની તટસ્થ તપાસ કરવા અને સોસાયટી અને રાજકોટમાં માહોલ ખરાબ થાય તેમજ પાકિસ્તાન પ્રેમી તત્વો કેટલા છે? તે શોધી કાઢવાની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..