રાજકોટમાં માનવ સેવા જ પ્રભુ સેવાનું ઉદાહરણ પૂરું પાડતા જાનૈયા-માંડવિયા બંનેએ લગ્નના ચાંદલાની તમામ રકમ વૃદ્ધાશ્રમને અર્પણ કરી
રાજકોટ ખાતે તાજેતરમાં જ યોજાયેલ એક પ્રેરણાદાયી પરિણય પ્રસંગ માત્ર જે તે પરિવાર જ નહિ પરંતુ પ્રસંગમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સમગ્ર સમાજ માટે અનુકરણીય અને સ્તુત્ય બની રહ્યો છે. બડેલિયા અને રાઠોડ પરિવારના આ પ્રસંગમાં આવેલી ચાંદલાની માતબર રકમ બંને પરિવારોએ પૂરેપૂરી રાજકોટ ખાતેના ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ના વડીલોને અર્પણ કરતા ઈતિહાસ રચાયો છે. આ નવતર રાહ ચીંધનાર પ્રસંગને પગલે તે પ્રસંગમાં ઉપસ્થિત તમામ મહેમાનોએ પોતાને ત્યાં ભવિષ્યમાં યોજાનાર તમામ શુભ પ્રસંગોમાં આવેલ ચાંદલાની રકમ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ને અર્પણ કરવાની નેમ લીધી છે.
ચાંદલાની પૂરેપૂરી રકમ વૃદ્ધાશ્રમને આપી
તાજેતરમાં જ રાજકોટ ખાતે કવિતાબેન અને સુરેશભાઈ બડેલિયાની પુત્રી પ્રતીક્ષા અને આશાબેન અને રાજેન્દ્રભાઈ રાઠોડના પુત્ર જયદીપના યોજાયેલ લગ્ન પ્રસંગ સમાજ માટે એક પ્રેરણાદાયી અને રાહ ચીંધનારો બની રહેવા પામ્યો. બંને પરિવારોની તેમજ નવદંપતીની મહેચ્છાથી પ્રસંગમાં પધારેલ મહેમાનોએ લખાવેલ ચાંદલાની રકમ પૂરેપૂરી રાજકોટના ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ને સમર્પિત કરી તેઓએ 200 જેટલા નિરાધાર અને અશક્ત વડીલોના ખરા આશીર્વાદ મેળવ્યા. બડેલિયા અને રાઠોડ પરિવાર તરફથી પોતાના લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમની ભેટ આપવાસામે ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ના પ્રમુખ વિજયભાઈ ડોબરિયા અને ટ્રસ્ટીઓએ બંને પરિવારના મોભીઓનો હૃદયપૂર્વક આભાર માની તેઓને સંસ્થા તરફથી મોમેન્ટો આપી સન્માનવામાંઆવ્યા.
લગ્નમાં આવેલા મહેમાનોએ બમણી રકમના ચાંદલા કર્યા
જ્યારે પ્રસંગમાં ઉપસ્થિત મહેમાનોને ખ્યાલ આવ્યો કે પોતે આપશે તે ચાંદલાની રકમ ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ના વડીલોના યોગક્ષેમ માટે અપાવાની છે ત્યારે તમામે કરવાના હોય તેનાથી બમણી રકમનો ચાંદલો કરીને બડેલિયા અને રાઠોડ પરિવારના આ સ્તુત્ય નિર્ણયને ખોબલે ખોબલે વધાવી લીધો. આ વાત સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી અને અનુકરણીય હોય તમામે આ પગલે ચાલી વડીલોના આશીર્વાદ મેળવી સમાજને નવો રાહ ચીંધવાનો નિર્ધાર અભિવ્યક્ત કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..