રાજકોટમાં દુકાનમાં ડિટરજન્ટ લેવા ગયેલી 8 વર્ષની બાળકી પર દુકાનદારે દુષ્કર્મ આચર્યું, દુકાન બંધ હોવાથી મકાનમાં બોલાવી હવસનો શિકાર બનાવી
ગુજરાતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયથી ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવા કેસોમાં સરકાર તરફથી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સાથે આરોપીને ઝડપથી આકરી સજા ફટકારવામાં આવી રહી છે. આમ છતાં નાની બાળકીઓ પર જધન્ય કૃત્યની ઘટનાઓમાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો છે. રાજકોટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામ પાસે રહેતી સગીરા તેના ઘર નજીક આવેલી દુકાને ડિટરજન્ટ પાવડર ખરીદવા માટે ગઈ હતી. આ સમયે દુકાન બંધ હોવાથી નજીકના મકાનમાં રહેતા વેપારીના સગીર વયના પુત્રએ તેને દુકાનમાં બોલાવી બળજબરીપૂર્વક સગીરા સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. આટલું જ નહીં આ અંગે કોઈને વાત કરીશ, તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
આ ધમકીથી ડરી ગયેલી સગીરાએ પરિવારને જાણ કરી નહતી. જો કે બુધવારે સગીરા રડતી હોવાથી માતાએ પૂછતા તે ભાંગી પડી હતી અને સમગ્ર આપવીતી જણાવી દીધી હતી. આ બનાનવા પગલે બાળકીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસે સગીર સામે ગુનો નોંધીને તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..