રાજકોટમાં રસોઈ બનાવવામાં મોડું થતાં પતિએ પત્નીને તલવાર ઝીંકી, ત્યારબાદ તલવાર લઈને પહોંચી ગયો પોલીસ સ્ટેશન, પાડોશીઓએ પત્નીને હોસ્પિટલમાં ખસેડી
રાજકોટમાં પત્નીએ રસોઈ મોડી બનાવતા પતિએ મંદિરમાંથી તલવાર લઇ પત્નીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પાડોશીઓએ ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી, તો બીજી તરફ પતિ ભક્તિનગર પોલીસ મથકે તલવાર લઈને પહોંચી ગયો હતો. જ્યાં તેણે પોતે પત્નીને તલવાર મારીને આવ્યો હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટમાં ક્રિષ્નાબેન પતિ કમલભાઈ અને તેના પુત્ર રહેતા હતા. કમલભાઈ ઈમિટેશનનું કામકાજ કરે છે. ગત રોજ બપોરે કમલભાઈ ઘરે આવ્યા અને પત્ની ક્રિષ્ના સાથે જગાડવા લાગ્યા અને રસોઈ બનાવવામાં કેમ મોડું કરે છે? કહી મંદિરમાં રહેલી તલવાર લઈ કમલે પત્ની ક્રિષ્ના ગળા માથાના ભાગે મારી હતી. ગંભીર રીતે ઘાયલ પત્નીએ પીડાથી દેકારો કરવા લાગતા પતિ કમલ તલવાર લઈ ફરાર થયો. જો કે બાથરૂમમાં ન્હાવા ગયેલા પુત્ર અને આડોશી પાડોશી બહાર આવી ક્રિષ્નાબેનને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ક્રિષ્નાબેને આરોપી કમલ સાથે 10 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. છેલ્લા 4 દિવસથી પતિ કમલ સાથે નાનો-મોટો ઝઘડો હોવાનું ક્રિષ્નાબેનના ભાઈ અશોકે જણાવ્યું હતું. જો કે અશોક બનેવીને સમજાવા આવે ત્યાંજ આ ઝઘડો થયો અને કમલે પત્ની ક્રિષ્નાને તલવાર ના ઘા મારી સીધો જ ભક્તિનગર પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસે ક્રિષ્નાબેનની ફરિયાદના આધારે પતિ કમલ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી તલવાર પણ કબ્જે કરી છે. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને પુરાવા એકત્ર કરવા તલવારને FSLમાં મોકલવામાં આવશે. જ્યાં તલવાર અને પત્ની ક્રિષ્નાના બ્લડ સેમ્પલ મેચ કરીને FSL પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..